Explore the top 100 Indian Geography questions and answers in Gujarati. Perfect for competitive exams and general knowledge enthusiasts! Download the free PDF now.
નમસ્કાર મીત્રો, ગુજરાત સરકાર દ્રારા વિવિધ વિભાગોમાં ભરતી કરવા માટે યોજાતી વર્ગ-3ની પરીક્ષાઓ માટે ભારતની ભૂગોળ વિષયના આદર્શ પ્રશ્નો અહીં મુકવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થી મીત્રોને માર્ગદર્શક બની શકે તેમ છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂંછાતા પ્રશ્નોની પેટર્ન અને લેવલ બદલાયા છે. આથી દરેક વિષયોની ઊંડાણપૂર્વક તૈયારી કરવી પણ ખુબ જરૂરી છે. અહિં આપવામાં આવેલ તમામ પ્રશ્નો સામાન્ય જ્ઞાનમાં વધારો કરે છે તેમજ સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મીત્રોને મદદરૂપ થઈ શકે તેવા છે. અમે આશા રાખીએ છીએ કે આ તમામ પ્રશ્નો આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે.
Importance of Indian Geography Questions and Answer in Gujarati
Indian geography is as diverse as its culture, stretching from the lofty Himalayas in the north to the vast coastline in the south. It includes mountains, plateaus, plains, deserts and rivers that shape the country’s physical, economic and cultural landscape. Understanding Indian geography is essential to gain information about its climate, natural resources, biodiversity and urban development.
How Indian Geography Questions and Answers in Gujarati helps readers to prepare for exams or improve their general knowledge
This post is a comprehensive resource for students, professionals and competitive exam aspirants. Whether you are preparing for UPSC, GPSC, SSC or state level exams, the 100 questions and answers presented here provide a deeper understanding of Indian Geography, helping you solve Geography related sections confidently. It is equally useful for those who want to increase their general knowledge.
Viewers can Free Download PDF of 100 Indian Geography Questions and Answers in Gujarati
To make your preparation easier, we have compiled all 100 questions and answers into a free downloadable PDF. This handy resource allows you to study anywhere, anytime, without the need for internet access. Don’t forget to download your copy at the end of the post!
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ભારતની ભૂગોળનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે?
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાતી લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ભૂગોળ એક ખુબ જ મહત્વનો વિષય છે. UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC ગૌણ સેવા પસંદગી મંડળ. ક્લાર્ક, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ અને બેંકની ભરતી જેવી પરીક્ષાઓમાં ભૂગોળ સામાન્ય અભ્યાસનો નોંધપાત્ર હિસ્સો છે. ભૂગોળ વિષેના વારંવાર પૂછાતા પ્રશ્નો જમીન બંધારણ, ભૌગોલિક સ્થતિ, આબોહવા, કુદરતી સંસાધનો જંગલ સંપતિ, ખનીજ સંસાધાની અને તેનું વિતરણ, પર્યાવરણ અને વિકાસને લગતી બાબતો વગેરે જેવી અનેક બાબતો પ્રત્યે પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરે છે. ભૂગોળની ઊંડી સમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો સ્કોર બનાવવામાં મદદરૂપ થાય છે.
ભારતીય ભૂગોળના મુખ્ય પાસાઓ આ પોસ્ટમાં આવરી લેવામાં આવ્યા છે.
- પર્વતો, નદીઓ, સરોવરો અને ઉચ્ચપ્રદેશો જેવા ભૌતિક લક્ષણો.
- રાજ્યો, રાજધાનીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત રાજકીય લેન્ડસ્કેપ.
- કૃષિ ક્ષેત્રો અને ઉદ્યોગો જેવી આર્થિક બાબતો.
- ભૂગોળની સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ સાથે જોડાયેલી બાબતો.
- જૈવવિવિધતા અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પર્યાવરણીય ભૂગોળ.
- જંગલ સંપત્તિ, વન્ય પ્રાણીઓ
- પર્યાવરણ, આબોહવા અને વિકાસ
- ભારતની ભૌગોલિક જાણકારી
- ખનીજ સંસાધનો
1. ભારતની સમુદ્રી સીમા (Maritime Border)સાથે કુલ કેટલા દેશોની સમુદ્રી સીમા જોડાયેલી છે?
જવાબ:- 7 દેશો
↦ ભારતની સમુદ્રી સીમા સાથે સમુદ્રી સીમાથી જોડાયેલા દેશો
- બાંગ્લાદેશ
- ઈન્ડોનેશીયા
- મ્યાનમાર
- પાકિસ્તાન
- થાઈલેન્ડ
- શ્રીલંકા
- માલદીવ
2. ભારતની જળ સીમા અને સ્થળ સીમા બન્ને સાથે જોડાયેલા હોય તેવા દેશો કેટલા છે?
જવાબ:- 3 દેશો
↦ ભારતની જળ સીમા અને જમીન સીમા સાથે જોડાયેલા દેશો
- બાંગ્લાદેશ
- મ્યાનમાર
- પાકિસ્તાન
3. ભારતનું સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ ક્યું છે?
જવાબ:- ઈન્દીરા પોઈન્ટ
↦ ઈન્દીરા પોઈન્ટ આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ છે.
4. ભારત અને ચીનને જોડતી સરહદનું નામ શું છે?
જવાબ:- મેકમોહન રેખા
5. ભારત અને પાકિસ્તાનને જોડતી સરહદ રેખા ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- રેડકલીફ રેખા
6. કર્ક રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
જવાબ:- 8 રાજ્યોમાંથી
↦ કર્ક રેખા પસાર થતી હોય તેવા ભારતના રાજ્યો
- ગુજરાત
- રાજસ્થાન
- મધ્ય પ્રદેશ
- છત્તીસગઢ
- ઝારખંડ
- પશ્વિમ બંગાળ
- ત્રિપુરા
- મીઝોરમ
7. ભારતમાં ગુજરાત રાજ્ય બાદ ક્યું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે?
જવાબ:- આંધ્ર પ્રદેશ
8. ભારતમાં કુલ કેટલા રજ્યો દરિયા કિનારો ધરાવે છે?
જવાબ:- 9 રાજ્યો
↦ ભારતના દરિયા કિનારો ધરાવતા રાજ્યોની યાદી
- ગુજરાત
- મહારાષ્ટ્ર
- ગોવા
- કર્ણાટક
- કેરલ
- તમિલનાડુ
- આંધ્ર પ્રદેશ
- ઓડીશા
- પશ્વિમ બંગાળ
9. જોજીલા ઘાટનું નિર્માણ કઈ નદી દ્વારા થાય છે?
જવાબ:- સિંધુ નદી
↦ સિંધુ નદીને Englishમાં Indus River કહેવાય છે.
10. ટિહરી બાંધ પરિયોજના કઈ નદી પર આકાર પામી છે?
જવાબ:- ભાગીરથી નદી
↦ આ પરિયોજના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે.
11. પીલીભીત ટાઈગર રીઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- ઉત્તર પ્રદેશ
12. ભારતના પ્રિમીયમ કપાસને શું બ્રાંડ નામ આપવામાં આવ્યું છે?
જવાબ:- કસ્તુરી કોટન
13. અરાવલી પહાડીઓનું સૌથી ઊંચું શીખર ક્યું છે?
જવાબ:- ગુરૂ શીખર
↦ આ શિખર રાજસ્થાનના માઉન્ટ આબુ પર્વત પર આવેલું છે.
14. કઈ પર્વતમાળા ઉત્તર ભારતને દક્ષિણ ભારતથી અલગ કરે છે?
જવાબ:- વિંધ્યાચલ પર્વતમાળા
15. સાતપુડાની પર્વતમાળાનું સૌથી સૌથી ઊંચું શીખર ક્યું છે?
જવાબ:- ધૂપગઢ
↦ આ શિખર મહાદેવ પર્વત પર આવેલું છે.
16. મુંબઈ અને નાસિક વચ્ચેનો સંપર્ક માર્ગ ક્યો ઘાટ છે?
જવાબ:- થાલ ઘાટ
17. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી ઊંચુ શિખર ક્યું છે?
જવાબ:- કાલ્સુબાઈ
18. દુલહસ્તી પરિયોજના કઈ નદી પર બનાવવામાં આવી છે?
જવાબ:- ચિનાબ નદી
19. ધારવાડનો ઉચ્ચ પ્રદેશ (Plateau) ક્યા રાજ્યમાં આવેલો છે?
જવાબ:- કર્ણાટક
20. નીલગીરીની પહાડીઓનું સૌથી ઊંચું શીખર ક્યું છે?
જવાબ:- ડોડાબેટ્ટા
21. ભારત દેશનો સૌપ્રથમ “મોસ(શેવાળ) ગાર્ડન” ક્યા રાજ્યમાં બન્યો છે?
જવાબ:- ઉત્તરાખંડ
↦ આ ગાર્ડન ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં બન્યો છે.
22. નાથુલા ઘાટ ક્યા રાજ્યમાં આવેલો છે?
જવાબ:- સિક્કિમ
23. ભારત તેના ક્યા પાડોશી દેશ સાથે સૌથી વધારે જમીન સરહદ ધરાવે છે?
જવાબ:- બાંગ્લાદેશ
24. ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે?
જવાબ:- રાજસ્થાન
25. ભારતનું ક્યું રાજ્ય તેની ત્રણેય બાજુએથી બાંગાદેશ સાથેની સરહદથી ઘેરાયેલું છે?
જવાબ:- ત્રિપુરા
26. બાંગ્લાદેશ ભારતના ક્યા રાજ્ય સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે?
જવાબ:- પશ્વિમ બંગાળ
27. આંદામાન અને નિકોબાર દ્વિપ સમુહમાં આવેલ રોસ દ્વીપનું નવું નામ શું રાખવામાં આવ્યું છે?
જવાબ:- નેતાજી સુભાષચંદ્ર બોસ દ્વિપ
28. મેકમોહન રેખા ચીન અને ભારતના ક્યા રાજ્ય વચ્ચે આવેલી છે?
જવાબ:- અરુણાચલ પ્રદેશ
29. ચીન, નેપાળ અને ભુટાન આ ત્રણેય દેશો સાથે સરહદ ધરાવતું ભારતનું રાજ્ય ક્યું છે?
જવાબ:- સિક્કિમ
30. પ્રખ્યાત હિમનદી સિયાચીન (Siachen Glacier) હિમાલયની કઈ પર્વત શ્રેણીમાં આવેલી છે?
જવાબ:- કારાકોરમ પર્વતશ્રેણી
31. સરદાર પટેલની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્યા દ્વીપ પર બનાવવામાં આવી છે?
જવાબ:- સાધુબેટ દ્વીપ
32. લધુ હિમાલયનાં ઢાળો પર જોવા મળતા નાના નાના ઘાંસના મેદાનો કાશ્મીરમાં ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- મર્ગ
↦ ઉદાહરણ તરીકે ગુલમર્ગ, સોનમર્ગ
33. કૃષ્ણા નદી ક્યા પર્વત શીખરમાંથી નીકળે છે?
જવાબ:- મહાબળેશ્વર
34. અન્નામલાઈની પહાડીઓનું સૌથી ઊંચું શીખર ક્યું છે?
જવાબ:- અન્નાઈમુડી
35. કોડાઈકેનાલ કઈ પહાડીઓમાં આવેલું છે?
જવાબ:- પલનીની પહાડીઓમાં
36. દક્ષિણ એશિયાનો એક માત્ર સક્રિય જ્વાળામુખી (Active Volcano) બેરન દ્વીપ ક્યા આવેલો છે?
જવાબ:- આંદામાન દ્વિપ સમુહમાં
37. આંદામાન નિકોબાર દ્વિપ સમુહમાં ક્યો સુષુપ્ત જ્વાળામુખી (Dormant Volcano) આવેલો છે?
જવાબ:- નારકોંડમ
38. આંદામાન દ્વિપનું સર્વોચ્ચ શિખર ક્યું છે?
જવાબ:- સેંડલપિક
39. ભારતના પૂર્વી સમુદ્રી કિનારા પર આવેલો કન્યાકુમારીથી કૃષ્ણા ડેલ્ટા કિનારો ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- કોરોમંડલ તટ
40. પારાદ્વિપ બંદર ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- ઓડિશા
41. મેંગલોરથી કન્યાકુમારી સુધીનો સમુદ્ર કિનારો ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- માલાબાર તટ
42. “ભારતીય વન્ય જીવ સંસ્થાન” (Wildlife Institute of India) ક્યા શહેરમાં આવેલી છે?
જવાબ:- દેહરાદૂન
43. ન્હાવાશોવા બંદર ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- મહારાષ્ટ્ર
44. કેન્દ્રશાસિત પ્રદેશોનું સૌથી મોટું બંદર પોર્ટ બ્લેયર ક્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે?
જવાબ:- આંદામાન નિકોબાર દ્વિપ સમુહ
45. કેન્દ્રાશાસિત પ્રદેશ લક્ષદ્વિપ સમુહ ક્યા સાગરમાં આવેલો છે?
જવાબ:- અરબસાગર
46. લક્ષદ્વિપ સમુહમાં આવેલા દ્વિપો પૈકી ક્યો દ્વિપ સૌથી મોટો દ્વિપ છે?
જવાબ:- એન્ડ્રોટ ટાપુ
47. નાથપા ઝાકરી પરિયોજના કઈ નદી પર નિર્માણ પામી છે?
જવાબ:- સતલજ નદી
↦ આ પરિયોજના હિમાચલ પ્રદેશમાં આવેલી છે.
48. સતલજ નદીનું ઉદગમ સ્થળ ક્યું છે?
જવાબ:- રાકશસ તાલ સરોવર
↦ આ સરોવર તિબ્બેટમાં આવેલું છે.
49. ભાખરા ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે?
જવાબ:- હિમાચલ પ્રદેશ
50. કઈ નદી જબલપુરમાં ભેડાઘાટની નજીક આવેલ ધૂંઆધાર ધોધનું નિર્માણ કરે છે?
જવાબ:- નર્મદા નદી
↦ આ સરોવર તિબ્બેટમાં આવેલું છે.
51. ઉજ્જૈનનું પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિર કે જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે તે કઈ નદીના કિનારે આવેલું છે?
જવાબ:- ક્ષિપ્રા નદી
52. કઈ નદી પર બજાજ સાગર બંધ બનાવવા આવ્યો છે?
જવાબ:- માહી નદી
53. “ભારતીય વન્ય જીવ સંસ્થાન”(Wildlife Institute of India)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી?
જવાબ:- વર્ષ 1982
54. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થળ ક્યું છે?
જવાબ:- જયસમુદ્ર સરોવર
55. રાજસ્થાનમાં વહેતી એકમાત્ર બારમાસી નદી કઈ છે?
જવાબ:- ચંબલ નદી
56. કઈ નદીને દક્ષિણભારતની ગંગા કહેવામાં આવે છે?
જવાબ:- કાવેરી નદી
57. શિવસમુદ્રમ જળધોધ કઈ નદી દ્વારા નિર્માણ પામે છે?
જવાબ:- કાવેરી નદી
58. અલકનંદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યું છે?
જવાબ:- સતોપંથ હિમાની
59. બહ્મપુત્રા નદીને તિબ્બેટમાં ક્યા નામથી વહે છે?
જવાબ:- સાંગપો
60. કઈ નદીનો ડેલ્ટા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે?
જવાબ:- ગંગા
61. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યા વર્ષે સિંધુ જળ સમજૂતિ સંધિ થઈ હતી?
જવાબ:- વર્ષ 1960
62. ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતિ-1960 મુજબ ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે?
જવાબ:- 20%
63. કોલેરુ સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- આંધ્રપ્રદેશ
64. કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ પરિયોજના કઈ નદી પર નિર્માણ પામી રહી છે?
જવાબ:- ગોદાવરી
65. કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ પરિયોજના ક્યા રાજ્યમાં આવેલી છે?
જવાબ:- તેલંગણા
66. ભારતનું સૌથી મોટું તટીય સરોવર ક્યું છે?
જવાબ:- ચિલ્કા સરોવર
67. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યું છે?
જવાબ:- સાંભર સરોવર
68. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ક્યું છે?
જવાબ:- વુલર સરોવર
69. તુલબુલ પરિયોજના સરોવર પર બની છે?
જવાબ:- વુલર સરોવર
70. કૃત્રિમ રીતે બનેલ ગોવિંદ સાગર સરોવરનું નિર્માણ ક્યા બંધના કારણે થયું છે?
જવાબ:- ભાખડા-નાંગલ બંધ
71. ભાખડા-નાંગલ બંધ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે?
જવાબ:- સતલજ નદી
72. ભારતનું સૌથી વધારે ઊંચાઈ પર આવેલું સરોવર ક્યું છે?
જવાબ:- ચોલામુ સરોવર
73. ચોલામુ સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- સિક્કિમ
74. તીસ્તા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યું છે?
જવાબ:- ચોલામુ સરોવર
75. લોનાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- મહારાષ્ટ્ર
76. લોનાર સરોવરનું નિર્માણ કેવી રીતે થયું છે?
જવાબ:- જ્વાળામુખી ઉદ્ગારથી
77. ગાંધીસાગર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- મધ્યપ્રદેશ
78. ગાંધીસાગર સરોવર કઈ નદી પર બન્યું છે?
જવાબ:- ચંબલ નદી
79. જવાહર સાગર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- રાજસ્થાન
80. જવાહર સાગર સરોવર કઈ નદી પર બનાવવામાં આવ્યું છે?
જવાબ:- ચંબલ નદી
81. માનવનિર્મિત “નિજામ સાગર સરોવર” કઈ નદી પર બનાવવામાં આવ્યું છે?
જવાબ:- મંજરા નદી
82. “કેબુલલામજાઓ” નામનો તરતો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે?
જવાબ:- મણિપુર
83. જોગનો ધોધ અથવા ગરસોપ્પા ધોધ કઈ નદી પર આવેલો છે?
જવાબ:- શરાવતી નદી
84. ભારતની આબોહવા કેવા પ્રકારની છે?
જવાબ:- ઉષ્ણકટીબંધીય મોસમી
85. ગ્રીષ્મ ઋતુમાં અસમ અને પશ્વિમ બંગાળ રાજ્યોમાં તીવ્ર ભેજવાળી હવાઓ વહેવા માંડે છે, તે બંગાળમાં ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- કાલ બૈશાખી
86. વિશ્વમાં સૌથી વધારે વરસાદ જે સ્થળે પડે છે તે “માસિનરામ” ક્યા રાજ્યમાં આવેલું છે?
જવાબ:- મેઘાલય
87. ભારતના કૃષી અનુસંધાન પરિષદે ભારતની જમીનોનું કેટલા વર્ગોમાં વિભાજન કર્યુ છે?
જવાબ:- આઠ
88. જૂની જલોઢ જમીનને ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- બાંગર
89. નવી જલોઢ જમીનને ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- ખાદર
90. કાળી જમીન અન્ય ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- રેગુર જમીન
91. કાળી જમીનનો કાળો રંગ ક્યા તત્વોની હાજરીના કારણે હોય છે?
જવાબ:- ટિટેનીફેરસ મેગ્નેટાઈટ અને જીવાંશ
92. કપાસની ખેતી કરવા માટે સૌથી અનુકૂળ જમીન કઈ છે?
જવાબ:- કાળી જમીન
93. લાલ જમીનનો લાલ રંગ તેમા ક્યા તત્વોની હાજરીના કારણે હોય છે?
જવાબ:- આયરન ઓક્સાઈડ
94. ક્યા પ્રકારની જમીન ચાની ખેતી માટે સૌથી અનુકૂળ છે?
જવાબ:- લેટેરાઈટ જમીન
95. આપણા દેશમાં કેન્દ્રીય મૃદા સંરક્ષણ બોર્ડની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી?
જવાબ:- વર્ષ 1953
96. રણપ્રદેશ મરૂસ્થળ સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે સ્થાપાયેલ AZRI નામની સંસ્થા ક્યા શહેરમાં આવેલી છે?
જવાબ:- જોધપુરમાં
97. ભારતના બંધારણની 7મી અનુસૂચિ મુજબ ખેતી કઈ યાદીનો વિષય છે?
જવાબ:- રાજ્યયાદી
98. સમગ્ર વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે?
જવાબ:- બીજું
99. સમગ્ર વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું ધરાવે છે?
જવાબ:- બીજું
100. ઈડુક્કી પરિયોજના કઈ નદી પર નિર્માણ પામી છે?
જવાબ:- નર્મદા નદી
Watch Video of "Indian Geography Most IMP 500 Questions in Gujarati Part-1| Question 1 to 100 | GK in Gujarati"
મીત્રો, GK Gujarat.Com YouTube Channelમાં તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK પરીક્ષા, કારકુન, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી માટે ગુજરાતીમાં ભારતીય ભૂગોળ (ભારતની સંપૂર્ણ ભૂગોળ) ના 100 પ્રશ્નોનો વિડિયો રજુ કરી રહ્યા છીએ. ભારત પરિચય – ભારતીય ભૂગોળની નામની આ શ્રેણીમાં Most Important 500 પ્રશ્નોનો સંગ્રહ છે.
ભારતની ભૂગોળ 500 પ્રશ્નો (ગુજરાતીમાં) વિડીયો શ્રેણીનો આ ભાગ 1 છે. ભાગ-1માં ભારતીય ભૂગોળના 100 સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. ભારત પરિચય શ્રેણીના વિડીયોમાં અમે ભારતનું સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, ભારતનો ઇતિહાસ, ભારતીય ભૂગોળ, ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ, ભારતીય અર્થતંત્રને આવરી લઈએ છીએ. તમારા જ્ઞાનમાં વધારો કરવા તમે અન્ય વિડીયો પણ જોઈ શકો છો.
ભારતની સંપૂર્ણ ભૂગોળના આ વિડિયોમાં ભારતનો સામન્ય પરિચય, ભારતની પર્વતમાળાઓ, ભારતના ભૌતિક પ્રદેશો, ભારતની નદીઓ, ભારતના તળાવો, ભારતના ધોધ, નદીઓના કિનારે આવેલા મહત્વના શહેરો, ભારતમાં જંગલ, ભારતના બહુહેતુક પ્રોજેક્ટ્સ અને ડેમ, રાષ્ટ્રીય ઉદ્યાનો, રાષ્ટ્રીય અભયારણ્ય અને વન્યજીવન વગેરે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
Download Free PDF of 100 Indian Geography Questions and Answer in Gujarati
This free PDF is a treasure trove of knowledge about Indian Geography, providing you with a lot of useful information about Introduction to India, Mountain Ranges of India, Physical Regions of India, Rivers of India, Lakes of India, Waterfalls of India, Important Cities on the Banks of Rivers, Forests in India, Multipurpose Projects and Dams, National Parks, Wildlife Sanctuaries, and Biodiversity.
The PDF contains all 100 questions and answers in Gujarati on these topics, making it an invaluable resource for exam preparation and enhancing your general knowledge. Click on the button below to download this file.
ગુજરાત સર્કાર દ્વારા પ્રકાશિત થતા મહત્વના પ્રકાશનો જેવા કે ગુજરાત રોજગાર સમાચાર, રાષ્ટ્રીય એકતા દિવસમાં લઘુ ભારતની ઝલક, ગુજરાત પાક્ષિક, ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાવૈભવ વગેરે ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.