Knowledge is Power
General Knowledge in Gujarati: Top 100 Easy GK Questions About GujaratGeneral Knowledge in Gujarati: Top 100 Easy GK Questions About Gujarat

Explore the rich heritage of Gujarat with our ultimate guide! Find General Knowledge in Gujarati, Top 100 Easy GK Questions About Gujarat with Free PDF covering history, geography, culture, economy and more. Download the FREE PDF for offline learning!

Welcome to this exciting journey through the incredible heritage of Gujarat! Whether you are a student, a competitive exam aspirant, or simply a knowledge buff, this blog post is your guide to learning interesting facts about Gujarat. In this post, we present an engaging set of 100 easy general knowledge (GK) questions in Gujarati, carefully crafted to enrich your understanding of the state’s vibrant history, geography, economy, and more.

Importance of General Knowledge in Gujarati

General knowledge is not just about answering quiz questions – it is a gateway to understanding the world around us. For Gujaratis, knowing the past and present of their state is a matter of pride. It connects you to your roots and prepares you to shine in competitive exams, local interviews and daily conversations. By offering this content in Gujarati, we make it accessible and relevant, ensuring that the beauty of Gujarat’s heritage is celebrated in its original language.

Overview of the Quiz Format and Topics

This quiz is designed to cover a range of topics related to Gujarat, ensuring a comprehensive learning experience. Here’s what you can expect:

  • History: Dive into Gujarat’s glorious past, from ancient dynasties to the freedom struggle.
  • Geography: Learn about Gujarat’s landscape, rivers, and climatic features.
  • Culture and Heritage: Explore festivals, traditions, and iconic landmarks.
  • Economy: Understand the importance of Gujarat’s industries, agriculture, and trade.
  • Modern Achievements: Celebrate Gujarat’s contributions to sports, literature, and technology.

The quiz is structured in an easy-to-understand format, making it ideal for learners of all levels. Each question is accompanied by a precise answer, helping you test and improve your knowledge instantly.

A link to download the free GK in Gujarati PDF is given at the end of this post

As a bonus, we have created a free downloadable PDF that contains all 100 questions and their answers. This PDF is perfect for offline learning and quick revision. Don’t forget to grab your copy at the end of the post – it’s our small contribution to making learning fun and convenient for you!

Get ready to explore, learn and celebrate Gujarat like never before!

The questions included in this blog post are taken from the famous Swarnim Gujarat Quiz Praveshika, which is a reliable resource to learn about the history, geography, culture and achievements of Gujarat. This book has been a valuable tool for students, competitive exam aspirants and anyone who wants to know the heritage of Gujarat in depth. By using this resource, we ensure that the information provided is accurate, reliable and reflects the diverse aspects of Gujarat. It is a tribute to the vibrant heritage of the state, helping readers connect with their roots while preparing for academic or professional challenges.

General Knowledge in Gujarati- ગુજરાત સામાન્ય જ્ઞાન

Top 100 Easy Gujarat GK Questions - સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ

  1. પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.

જવાબઃ− વલભી વિદ્યાપીઠ

  1. ગુજરાતમા સૌપ્રથમ પ્લેનેટોરીયમ ક્યા સ્થપાયું હતું?

જવાબઃ− સુરત

  1. ડાંગ જિલ્લાનું વડું મથક ક્યુ છે?

જવાબઃ− આહવા

  1. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?

જવાબઃ− મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરા

  1. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?

જવાબઃ− મોતીભાઇ અમીન

  1. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યુ છે?

જવાબઃ− સેન્ટ્રલ લાઇબ્રેરી−વડોદરા

  1. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી?

જવાબઃ− મહિપતરામ રૂપરામ

  1. ગુજરાતમાં જામનગર નજીક સૈનિકશાળા ક્યા સ્થળે આવેલી છે?

જવાબઃ− બાલાછડી

  1. ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઇ સંસ્થા કામ કરે છે?

જવાબઃ− ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ

  1. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો.

જવાબઃ− વિદ્યાદીપ યોજના

  1. ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો?

જવાબઃ− શામળદાસ કોલેજ

  1. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ?    

જવાબઃ− શ્યામજીકૃષ્ણ વર્મા

  1. ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે?

જવાબઃ− સામ પિત્રોડા

  1. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે?

જવાબઃ− બ્રહ્મગુપ્ત

  1. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે ક્યા આવેલી છે?

જવાબઃ− અંધજન મંડળ, અમદાવાદ

  1. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા ?

જવાબઃ− ચારૂમતી યોદ્ધા

  1. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હતી?         

જવાબઃ− હરકુંવર શેઠાણી (ઈ.સ. 1850)

  1. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું?

જવાબઃ− ઇન્દુલાલ યાજ્ઞિક

  1. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરી હતી?

જવાબઃ− રણછોડલાલ છોટાલાલ (ઈ.સ. 1860)

  1. કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે?

જવાબઃ− લાલભાઇ દલપતભાઇ ઇન્ડોલોજી

  1. ગુજરાતની વિધાનસભાનું નામ કયા મહાનુભાવ પરથી રાખવામાં આવ્યું છે?

જવાબઃ− વિઠ્ઠલભાઇ પટેલ

  1. ગુજરાત રાજ્યનાં સૌપ્રથમ રાજ્યપાલ કોણ હતા?

જવાબઃ−  મહેંદી નવાઝ જંગ

  1. ગુજરાત રાજ્યનાં સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

જવાબઃ− ડો. જીવરાજ મહેતા

  1. ગુજરાતમાં —વિધવા વિવાહ˜ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યુ હતુ?

જવાબઃ− કરસનદાસ મુળજી

  1. ગુજરાતના કયા પક્ષીવિદને —પદ્મભૂષણ˜થી સન્માનિત કરાયા છે?

જવાબઃ− સલીમઅલી

  1. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા?

જવાબઃ− મોતીભાઇ અમીન

  1. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

જવાબઃ− કલ્યાણ વી. મહેતા

  1. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા?

જવાબઃ− ડો. વિક્રમ સારાભાઇ

  1. કવિ કલાપીનું પૂરું નામ શું છે?

જવાબઃ− સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

  1. સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો?

જવાબઃ− હેમચંદ્રાચાર્ય

  1. આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?

જવાબઃ− સ્વામી દયાનંદ સરસ્વતી

  1. સાબરમતી આશ્રમમાં હ્રદયકુંજ કોનું નિવાસસ્થાન હતું?

જવાબઃ− ગાંધીજી

  1. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું?

જવાબઃ− ઘનશ્યામ

  1. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં ત્રિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી હતી?

            જવાબઃ− વિનોદ કિનારીવાલા

  1. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?

જવાબઃ− પંડિત જવાહરલાલ નહેરુ

  1. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો?

જવાબઃ− સરદાર વલ્લભભાઇ પટેલ

  1. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

જવાબઃ− ઇન્દુમતીબહેન શેઠ

  1. જગપ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક કોણ હતા?

જવાબઃ− ધીરૂભાઇ અંબાણી 

  1. —”બા˜”ના હુલામણા નામથી કોણ પ્રસિદ્ધ છે?

જવાબઃ− કસ્તુરબા ગાંધી

  1. 35 કિ.મી. પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ છે?

જવાબઃ− સુફિયાન શેખ   

  1. ગાંધીજીનાં માતા−પિતાના નામ જણાવો.

જવાબઃ− માતા પૂતળીબાઇ અને પિતા કરમચંદ

  1. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે?

જવાબઃ− કીર્તિમંદિર

  1. ગુજરાતમાં આદિવાસી અને અનુ.જાતિના બાપા તરીકે કોણ ઓળખાતા?

જવાબઃ− અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઠક્કરબાપા)

  1. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલવેસ્ટેશન કયું હતું?

જવાબઃ− પીટર મારિત્ઝબર્ગ

  1. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?

જવાબઃ− શ્યામજી કૃષ્ણ વર્મા 

  1. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?

જવાબઃ− મેડમ ભિખાઇજી કામા 

  1. ગુજરાત રાજ્યના ઉદઘાટક કોણ હતા?

જવાબઃ− રવિશંકર મહારાજ

  1. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?

જવાબઃ− ટંકારા

  1. ગુજરાતનાં કયાં નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે?

જવાબઃ− ઠંડી−નલિયા અને ગરમી−ડીસા 

  1. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.

જવાબઃ− સત્યાર્થપ્રકાશ 

  1. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?

જવાબઃ− કુંવરબાઇ    

  1. કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તનાં દર્દીઓની સેવામાં વીતાવી?

જવાબઃ− સંત અમરદેવીદાસ

  1. ભારતમાં બે જુદી−જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યએ કયુ હતું?

જવાબઃ− ગુજરાત

  1. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે?

જવાબઃ− જનકલ્યાણ

  1. મા−બાપને ભૂલશો નહિ…− ભજનની રચના કોણે કરી હતી?

જવાબઃ− સંત પુનિત મહારાજ  

  1. નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?

જવાબઃ− પૂજ્ય શ્રી મોટા

  1. સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા?

જવાબઃ− ભિક્ષુ અખંડાનંદ

  1. સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો?

જવાબઃ− ડાકોર

  1. વલ્લભભાઇ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું?

જવાબઃ− બારડોલી સત્યાગ્રહ

  1. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો?

જવાબઃ− તળાજા

  1. ભક્ત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?

જવાબઃ− સમઢિયાળા, (જિ.ભાવનગર)

  1. ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિકથા જોડાયેલી છે?

જવાબઃ− સંત બોડાણા

  1. —”તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો˜” એવું કહેનાર નેતા કોણ હતા?

જવાબઃ− સરદાર વલ્લભભાઇ પટેલ     

  1. પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું?

જવાબઃ− હરિ ›ઓમ

  1. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?

જવાબઃ− સહજાનંદ સ્વામી

  1. કાંકરિયા તળાવ કોણે બંધાવેલું?

જવાબઃ− સુલ્તાન કુત્બુદીન

  1. અમૂલ ડેરીનાં સ્થાપકનું નામ જણાવો.                                        

જવાબઃ− ત્રિભુવનદાસ પટેલ 

  1. રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે?

જવાબઃ− જામ રણજીતસિંહ, (જામનગર)

  1. —ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ˜ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે?

જવાબઃ− ધોળકા

  1. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?

જવાબઃ− મહાદેવભાઇ દેસાઇ    

  1. ઇ.સ. 640માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો?

જવાબઃ− હ્યુ−એન−ત્સંગ

  1. વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો.

જવાબઃ− ગીત શેઠી  

  1. જાણીતા નાટ–કાર જયશંકર સુંદરીનું નામ જણાવો.

જવાબઃ− જયશંકર ભોજક 

  1. —ચકોર˜ તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટનું નામ જણાવો.

જવાબઃ− બંસીલાલ વર્મા

  1. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન —કુમાર˜ની શરૂઆત કરી હતી?

જવાબઃ− રવિશંકર રાવળ

  1. મહાદેવભાઇ દેસાઇનું જીવનચરિત્ર —અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ˜ના લેખક કોણ છે?

જવાબઃ− નારાયણ દેસાઇ

  1. ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે?

જવાબઃ− અઝીમ પ્રેમજી

  1. ગાંધી જયંતી (2જી ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે?

જવાબઃ− આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

  1. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા?

જવાબઃ− રુબિન ડેવિડ

  1. અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે?

જવાબઃ− અરવલ્લી   

  1. સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે?

જવાબઃ− સહ્યાદ્રી 

  1. ગુજરાત રાજ્યનો ક્યો પ્રદેશ —ગુજરાતના બગીચા˜ તરીકે ઓળખાય છે?

જવાબઃ− મધ્ય ગુજરાત

  1. પાલીતાણાનાં જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?

જવાબઃ− શેત્રુંજય  

  1. સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે?

જવાબઃ− તાપી

  1. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે?

જવાબઃ− સરદાર સરોવર ડેમ

  1. સયાજીરાવ મ્યુઝિમ ક્યા આવેલું છે?

જવાબઃ− વડોદરા   

  1. સીદી સૈયદની જાળી ક્યા આવેલી છે?

જવાબઃ− અમદાવાદ

  1. ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?

જવાબઃ− માધવસિંહ સોલંકી

  1. ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે?

જવાબઃ− ગાંધીનગર

  1. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે?

જવાબઃ− જેસોર  

  1. ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે?

જવાબઃ− ગાંધીનગર 

  1. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની ¹ષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે?

જવાબઃ− કચ્છ

  1. ઉકાઇ બંધ કયા જિલ્લામાં આવેલો છે?

જવાબઃ− તાપી

  1. ગુજરાતમાં ડાયનોસોરનાં ઇંડા ક્યા સ્થળેથી મળી આવ્યા હતા?

જવાબઃ− રૈયાલી

  1. ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે?

જવાબઃ− રાજપીપળા

  1. ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે?

જવાબઃ− કેવડિયા કોલોની 

  1. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે?

જવાબઃ− વેળાવદર

  1. સોલંકી વંશનો સૌથી પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો?

જવાબઃ− સિદ્ધરાજ જયસિંહ

  1. ગુજરાતના પ્રસિધ્ધ ઘઉની જાતિનું નામ જણાવો

જવાબઃ− ભાલિયા

  1. ગુજરાતનું ક્યુ સ્થળ સિંધુ સભ્યતાનું મુખ્ય બંદર હતું?

જવાબઃ− લોથલ

Watch General Knowledge in Gujarati: Top 100 Easy GK Questions in Video

All these questions are also recorded in a video format to make the learning experience even more interesting. Viewers can understand the content better by watching the video and learn interactively. The link to the video is given below – just click and start exploring the fascinating world of Gujarat General Knowledge!

Download General Knowledge in Gujarati: Top 100 Easy GK Questions About Gujarat PDF

A PDF containing all these questions is available for download via the button below. This amazing file is designed for your convenience, allowing you to access and revise the questions anytime, anywhere. Simply click on the button to download and increase your knowledge with ease!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *