Indian History, 100 MCQs Question and Answer in GujaratiIndian History: Top 100 MCQs Question and Answer in Gujarati with free PDF

Explore “Indian History: Top 100 MCQs Question and Answer in Gujarati with Free PDF.” Perfect for competitive exams, this blog provides essential questions, detailed answers, and a downloadable PDF to boost your preparation.

Indian History plays a vital role in shaping the foundation of our competitive exams. It not only provides information about our rich cultural heritage but also provides candidates with knowledge about the events that have defined the nation. Whether you are preparing for government exams, school quizzes or simply enhancing your general knowledge, mastering Indian History is a must.

In this blog post, we bring you 100 carefully crafted Multiple Choice Questions (MCQs) on Indian History designed to help you excel in exams and improve your understanding of this fascinating subject. Additionally, a free downloadable PDF is included so you can practice anytime, anywhere.

Get ready to embark on a journey through India’s glorious past—let’s dive into the questions and get ready to ace your next exam!

Importance of Indian History in Competitive Exams

Indian history holds a significant place in almost every competitive exam, be it for government jobs, academic exams or general knowledge-based quizzes. Its wide scope of events, personalities, and movements provides invaluable insights into the evolution of our society and governance. Here’s why understanding Indian history is important:

Most frequently asked topics in exams

  • Ancient India: Questions often revolve around the Indus Valley Civilisation, the Vedic Age, the Maurya and Gupta Empires and their contributions to science, arts and administration.
  • Medieval India: Exam questions generally cover the Delhi Sultanate, the Mughal Empire, and cultural movements such as the Bhakti and Sufi traditions.
  • Modern India: The main focus is on India’s freedom struggle, prominent leaders, reform movements, and post-independence events.

Why is Indian History Important for Building General Knowledge?

  • History helps us understand the roots of India’s cultural diversity and social structures.
  • Knowledge of history increases awareness about constitutional principles, governance and India’s global contributions.
  • It serves as a base for subjects like political science, economics and cultural studies, which are often interlinked in exams.

Question Categories: Ancient, Medieval and Modern History

Competitive exams categorise Indian History questions into three major periods:

  1. Ancient History: Focuses on the period from prehistoric times to the early empires, including cultural advancement and philosophical ideas.
  2. Medieval History: Highlights the rulers, dynasties and cultural exchanges during this period.
  3. Modern History: History of colonial rule, resistance movements and the creation of independent India.

By mastering these topics, you will not only excel in exams but also gain a deeper appreciation for India’s enduring legacy. This blog post will guide you through each of these categories with 100 MCQs and detailed answers to strengthen your preparation.

  1. પ્રસિદ્ધ વિજય “વિઠ્ઠલ મંદિર” કે જેના 56 સ્તંભો સંગીતમય સ્વર કાઢે છે તે ક્યાં આવેલું છે?

(A) બેલુર                                          

(B) ભદ્રાચલમ

(C) હમ્પી                                           

(D) શ્રીરંગમ

જવાબ:− (C) હમ્પી

 

  1. મધ્યયુગીન ભારતીય શાસકોમાંથી કોણે ઘોડાને દાગવાની પ્રથા શરૂ કરી હતી?

(A) બલબન                                        

(B) મોહમ્મદ બિન તુગલક

(C) અકબર                                        

(D) અલાઉદ્દીન ખિલજી

જવાબ:− (D) અલાઉદ્દીન ખિલજી

 

  1. આચાર્ય વિનોબા ભાવેએ નીચેનામાંથી કયા સ્થળેથી ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી?

(A) વર્ધા                                            

(B) રાયપુર

(C) ચંપારણ                                       

(D) પોચમપલ્લી

જવાબ:− (D) પોચમપલ્લી

 

  1. મધ્યયુગમાં આવેલ વિદેશી પ્રવાસી ડોમિંગો પેસે તેમના યાત્રા વૃતાંતમાં ક્યા શહેરનું વર્ણન કર્યુ છે?

(A) વિજયનગર                                   

(B) મદુરાઈ

(C) અરિકામેડુ                                    

(D) ગિંગિ

જવાબ:− (A) વિજયનગર

 

  1. રેગ્યુલેટિંગ એક્ટ 1773 પસાર થયા પછી નીચેનામાંથી કયા બ્રિટિશ અધિકારીને ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા?

(A) રોબર્ટ ક્લાઇવ                              

(B) વોરેન હેસ્ટિંગ્સ

(C) લોર્ડ કોર્નવોલિસ                           

(D) લોર્ડ વેલેસ્લી

જવાબ:− (B) વોરેન હેસ્ટિંગ્સ

 

  1. નીચેનામાંથી કયા વર્ષમાં પૂના સાર્વજનિક સભાની સ્થાપના કરવામાં આવી હતી?

(A) વર્ષ 1869                                     

(B) વર્ષ 1870

(C) વર્ષ 1871                                     

(D) વર્ષ 1872

જવાબ:− (B) વર્ષ 1870

 

  1. નીમ્નલિખિત પ્રાચીન ભારતીય રાજાઓમાંથી ક્યા રાજાની પ્રશંસા પ્રયાગ પ્રશસ્તિમાં અલંકૃત શબ્દોમાં કરવામાં આવી છે?

(A) અશોક                                         

(B) બિંદુસાર

(C) હર્ષવર્ધન                                       

(D) સમુદ્રગુપ્ત

જવાબ:− (D) સમુદ્રગુપ્ત

 

  1. “આત્મ સન્માન આંદોલન” કોણે શરૂ કર્યુ હતું?

(A) મહાદેવ ગોવિંદ રાનડે                      

(B) ડો. બી. આર. આંબેડકર

(C) જ્યોતિબા ફૂલે                              

(D) ઈ. વી. રામાસ્વામી નાયકર

જવાબ:− (D) ઈ. વી. રામાસ્વામી નાયકર

 

  1. ટોપરા ખાતે આવેલા અશોક સ્તંભના પરિવહનનું ચિત્રમાં વર્ણન કઈ રચનામાં જોવા મળે છે?

(A) તારીખ−એ−ફિરોઝશાહી               

(B) તારીખ−એ−શાહી

(C) સીરત−એ−ફિરોઝશાહી                 

(D) અકબરનામા

જવાબ:− (C) સીરત−એ−ફિરોઝશાહી

 

  1. જહાઁઆરા દ્વારા લખાયેલ શેખ મોઇનુદ્દીન ચિશ્તીનું જીવનચરિત્ર કયા નામથી પ્રસિદ્ધ છે?

(A) ફવાએદ ઉલ અરવાહ                     

(B) મુનિસ અલ અરવાહ

(C) સીરત ઉલ ઓલિયા                      

(D) મુરક્કા−એ−દેહલી

જવાબ:− (B) મુનિસ અલ અરવાહ

 

  1. નીચેના પૈકી કોણ સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી હતા?

(A) કે. સી. નિયોગી                              

(B) સી. ડી. દેશમુખ

(C) લિયાકત અલી ખાન                      

(D) આર.કે. શનમુખમ શેટ્ટી

જવાબ:− (D) આર.કે. શનમુખમ શેટ્ટી

 

  1. સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપિત ભારતીય રાષ્ટ્રીય સેનામાં મહિલા રેજિમેન્ટનું નામ શું હતું?

(A) રાણી અહલ્યાબાઈ રેજિમેન્ટ           

(B) રાની પદ્માવતી રેજિમેન્ટ

(C) ઝાંસી કી રાની રેજિમેન્ટ                  

(D) માતા જિંજાબાઈ રેજિમેન્ટ

જવાબ:− (C) ઝાંસી કી રાની રેજિમેન્ટ

 

  1. બૌદ્ધ ધર્મની પ્રથમ સંગિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા?

(A) સબાકામી                                     

(B) મહાકશ્યપ

(C) વસુમિત્ર                                       

(D) મોગ્ગલીપુત્તતિસ્સ

જવાબ:− (B) મહાકશ્યપ

 

  1. “શિનકોટ અભિલેખ” નીચેના પૈકી કયા શાસક સાથે સંકળાયેલ છે?

(A) કનિષ્ક                                          

(B) ખારવેલ

(C) અશોક                                         

(D) મીનાન્ડર

જવાબ:− (D) મીનાન્ડર

 

  1. કયા મુઘલ બાદશાહે “મનસબદારી પ્રથા” શરૂ કરી હતી?

(A) હુમાયુ                                          

(B) અકબર

(C) જહાંગીર                                                 

(D) શાહજહાં

જવાબ:− (B) અકબર

 

  1. કયા શીખ ગુરુએ “આદિગ્રન્થ સાહિબ”નું સંકલન કરાવ્યું હતું?

(A) ગુરુ નાનક                                    

(B) ગુરુ અંગદ

(C) ગુરુ અર્જુન                                   

(D) ગુરુ હરગોવિંદ

જવાબ:− (C) ગુરુ અર્જુન

 

  1. નીચેના પૈકી કઈ નદી સાથે લોથલનું ગોદી ક્ષેત્ર એક નહેર દ્વારા જોડાયેલું છે?

(A) સાબરમતી                                    

(B) ભોગાવો

(C) ભાદર                                          

(D) તાપ્તી

જવાબ:− (B) ભોગાવો

 

  1. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર કયા વેદમાં મળી આવે છે?

(A) ઋગ્વેદ                                         

(B) સામવેદ

(C) યજુર્વેદ                                         

(D) અથર્વવેદ

જવાબ:−  (A) ઋગ્વેદ

 

  1. સમ્રાટ અશોકે ક્યા યુદ્ધ બાદ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો છે?

(A) તક્ષશિલા યુદ્ધ                              

(B) કાવેરી યુદ્ધ

(C) મગધ યુદ્ધ                                    

(D) કલિંગ યુદ્ધ

જવાબ:− (D) કલિંગ યુદ્ધ

 

  1. પ્રસિદ્ધ દશરાગ્ય (દસ રાજાઓનું યુદ્ધ)નો ઉલ્લેખ શેમાંથી મળી આવે છે?

(A) ઋગ્વેદ                                         

(B) સામવેદ

(C) અથર્વવેદ                                      

(D) મનુ સ્મૃતિ

જવાબ:− (A) ઋગ્વેદ

 

  1. કયા વૈદિક સૂક્તમાં ચાર વર્ણોની ઉત્પત્તિનો સંદર્ભ મળી આવે છે?

(A) નાસદીય

(B) ઉષસ

(C) પુરુષ                                          

(D) આરણ્યાની

જવાબ:− (C) પુરુષ

 

  1. જૈન ધર્મના 22મા તીર્થંકર કોણ હતા?

(A) નેમિનાથ                                    

(B) અરિષ્ટનેમી

(C) પાર્શ્ચનાથ                                   

(D) મહાવીર

જવાબ:− (B) અરિષ્ટનેમી

 

  1. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા?

(A) ઋષભદેવ                                     

(B) અજિતનાથ

(C) સંભવનાથ                                    

(D) અભિનંદન નાથ

જવાબ:− (A) ઋષભદેવ

 

  1. ઈ.સ. 1953માં રચાયેલા રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા?

(A) જવાહરલાલ નેહરુ                        

(B) હ્રદયનાથ કુંઝરુ

(C) કે.એમ. પણીક્કર                           

(D) ફઝલ અલી

જવાબ:− (D) ફઝલ અલી

 

  1. ભારતના ગવર્નર જનરલને કયા કાયદા અંતર્ગત વાઈસરોય બનાવવામાં આવ્યા હતા?

(A) રેગ્યુલેટીંગ એક્ટ−1773                 

(B) ચાર્ટર એક્ટ-1833

(C) ભારત સરકાર અધિનિયમ-1958    

(D) ભારત સરકાર અધિનિયમ-1935

જવાબ:− (C) ભારત સરકાર અધિનિયમ-1958

 

  1. બંકિમચંદ્ર ચેટરજીએ તેમની નવલકથા આનંદ મઠમાં કયા વિદ્રોહનો ઉલ્લેખ કર્યો છે?

(A) સન્યાસી વિદ્રોહ                            

(B) રામોસી વિદ્રોહ

(C) ભીલ વિદ્રોહ                                 

(D) સંથાલ વિદ્રોહ

જવાબ:− (A) સન્યાસી વિદ્રોહ

 

  1. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ માટે ચૂંટણી લડનાર પ્રથમ ભારતીય કોણ હતા?

(A) વિઠ્ઠલભાઈ પટેલ                          

(B) રવિન્દ્રનાથ ટાગોર

(C) જવાહરલાલ નેહરુ                        

(D) દાદાભાઈ નવરોજી

જવાબ:− (D) દાદાભાઈ નવરોજી

 

  1. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ રાજ્યનો શાસક કોણ હતો?

(A) બૃહદ્રથ                                      

(B) ધનાનંદ

(C) મહાપદ્માનંદ                               

(D) બિમ્બિસાર

જવાબ:− (B) ધનાનંદ

 

  1. છેલ્લા મૌર્ય શાસક બૃહદ્રથની હત્યા કોણે કરી હતી?

(A) દેવભૂતિ                                        

(B) વાસુદેવ

(C) પુષ્યમિત્ર શુંગ                                

(D) સિમુક

જવાબ:− (C) પુષ્યમિત્ર શુંગ

 

  1. વર્ધમાન મહાવીરનો જન્મ કયા મહાજનપદમાં થયો હતો?

(A) વજ્જી                                           

(B) કાશી

(C) વત્સ                                            

(D) કોસલ

જવાબ:− (A) વજ્જી

 

  1. બૌદ્ધ ધર્મમાં “પાતિમોક્ખ” શું છે?

(A) મહાયાન બૌદ્ધ ધર્મનું વિવરણ

(B) હિનયાન બૌદ્ધ ધર્મનું વિવરણ

(C) સંઘના નિયમો                                

(D) રાજા મિનેન્ડરના પ્રશ્નો

જવાબ:− (C) સંઘના નિયમો

 

  1. પ્રસિદ્ધ “ગાયત્રીમંત્ર” ક્યા દેવી કે દેવતાને સમર્પિત છે?

(A) ઇન્દ્ર                                             

(B) બ્રહ્મા

(C) વરુણ                                          

(D) સાવિત્રી

જવાબ:- (D) સાવિત્રી

 

  1. “માલ્વિકાગ્નિમિત્રમ” ગ્રંથના લેખક કોણ છે?

(A) ભારવી                                         

(B) ભાસ

(C) કાલિદાસ                                     

(D) દંડી

જવાબ:− (C) કાલિદાસ

 

  1. ઈ.સ. 1908માં મુઝફ્ફરપુરમાં જજ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ કોણે કર્યો હતો?

(A) પ્રફુલ ચાકી અને ભગતસિંહ            

(B) પ્રફુલ ચાકી અને ખુદીરામ બોઝ

(C) ભગતસિંહ અને સુખદેવ                 

(D) ભગતસિંહ અને ખુદીરામ બોઝ

જવાબ:− (B) પ્રફુલ ચાકી અને ખુદીરામ બોઝ

 

  1. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન લંડનમાંથી “ઈન્ડીયન સોશ્યોલોજિસ્ટ”નું પ્રકાશન કોણે કર્યુ હતું?

(A) મેડમ કામા                                    

(B) સરદારસિંહ રાણા

(C) શ્યામજી કૃષ્ણ વર્મા                        

(D) ઉધમ સિંહ

જવાબ:−  (C) શ્યામજી કૃષ્ણ વર્મા

 

  1. શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું?

(A) ફારૂક                                           

(B) દારા

(C) ફૈઝલ                                          

(D) ફરીદ

જવાબ:− (D) ફરીદ

 

  1. ઈ.સ. 1556માં પાણીપતનું બીજું યુદ્ધ કોની-કોની વચ્ચે લડાયું હતું?

(A) અકબર−ઉદયસિંહ                        

(B) અકબર−રાણા પ્રતાપ

(C) અકબર−હેમુ                                  

(D) અકબર−શેરશાહ

જવાબ:− (C) અકબર−હેમુ

 

  1. ભગવાન બુદ્ધને કયા સ્થળે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું?

(A) રાજગીર                             

(B) બોધગયા

(C) વૈશાલી                              

(D) સારનાથ

જવાબ:- (B) બોધગયા

 

  1. કયા શીખ ગુરુએ “તરન તારન સાહિબ”ની સ્થાપના કરી હતી?

(A) ગુરુ નાનકદેવ                      

(B) ગુરુ રામદાસ

(C) ગુરુ અર્જુનદેવ                     

(D) ગુરુ ગોવિંદસિંહ

જવાબ:− (C) ગુરુ અર્જુનદેવ

 

  1. ભારત સેવક સમાજ (Servants of India Society)ની સ્થાપના કોણે કરી હતી?

(A) મહાત્મા ગોવિંદ રાનડે                     

(B) બાલ ગંગાધર તિલક

(C) લાલા લજપત રાય                        

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

જવાબ:−  (D) ગોપાલકૃષ્ણ ગોખલે

 

  1. ક્યા ઓપરેશન અંતર્ગત હૈદરાબાદ રીયાસતને ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવી હતી?

(A) ઓપરેશન વિજય                          

(B) ઓપરેશન પોલો

(C) ઓપરેશન વિજય                           

(D) ઓપરેશન બ્લ્યુસ્ટાર

જવાબ:− (B) ઓપરેશન પોલો

 

  1. ભારત છોડો આંદોલન દરમિયાન “કરો યા મરો”નો નારો કોણે આપ્યો હતો?

(A) એમ. કે. ગાંધી                                

(B) સુભાષ ચંદ્ર બોઝ

(C) જવાહરલાલ નેહરુ                         

(D) લોકમાન્ય તિલક

જવાબ:− (A) એમ. કે. ગાંધી

 

  1. વિજયનગરના શાસક કૃષ્ણદેવ રાયે કયા રાજા સાથે ગોલકોંડાનું યુદ્ધ લડ્યું હતું?

(A) ઈસ્માઈલ અરીલ શાહ                  

(B) કુલી કુત્તુબ શાહ

(C) અલાઉદ્દીન ખિલજી                       

(D) ગજપતિ

જવાબ:− (B) કુલી કુત્તુબ શાહ

 

  1. નિમ્નલિખિત વિદેશી પ્રવાસીઓમાંથી કોણે ભારતના હીરા અને હીરાની ખાણો વિશે વિગતવાર ચર્ચા કરી છે?

(A) જીન−બેપ્ટિસ્ટ ટેવર્નિયર                  

(B) ફ્રાન્કોઇસ બર્નિયર

(C) જીન ડી થેવેનો                                

(D) મનુચી

જવાબ:− (A) જીન−બેપ્ટિસ્ટ ટેવર્નિયર

 

  1. કોણે કહ્યું હતું કે “હું એક સમાજવાદી અને ગણતંત્રવાદી છું અને રાજાઓ અને રાજકુમારોમાં મને વિશ્વાસ નથી?

(A) જવાહરલાલ નેહરુ                         

(B) ભગતસિંહ

(C) સરદાર વલ્લભભાઈ પટેલ              

(D) સુભાષચંદ્ર બોઝ

જવાબ:− (A) જવાહરલાલ નેહરુ

 

  1. નીચેનામાંથી કોણે મહાત્મા ગાંધીને ચૌરી−ચૌરા ઘટના અંગેની જાણ તાર દ્વારા કરી હતી?

(A) વિશ્ચનાથ મુખર્જી                            

(B) બાબા રાઘવ દાસ

(C) દશરથ પ્રસાદ દ્વિવેદી                      

(D) ફિરાક ગોરખપુરી

જવાબ:− (C) દશરથ પ્રસાદ દ્વિવેદી

 

  1. મુસ્લિમ લીગ દ્વારા “મુસ્લિમ મુક્તિ દિવસ” કોના કહેવા પર ઉજવવામાં આવ્યો હતો?

(A) લિયાકત અલી ખાન                      

(B) મોહમ્મદ અલી ઝીણા

(C) મઝહર−ઉલ હક                            

(D) ચૌધરી ખલીક્કુજ્જમાન

જવાબ:− (B) મોહમ્મદ અલી ઝીણા

 

  1. ટીપુ સુલતાન ક્યા યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા?

(A) પ્રથમ એંગ્લો−મૈસુર યુદ્ધ                 

(B) બીજું એંગ્લો−મૈસુર યુદ્ધ

(C) ત્રીજું એંગ્લો−મૈસુર યુદ્ધ                  

(D) ચોથું એંગ્લો−મૈસુર યુદ્ધ

જવાબ:− (D) ચોથું એંગ્લો−મૈસુર યુદ્ધ

 

  1. ભારતનું સૌથી પ્રાચીન જ્ઞાન બંદર ક્યુ છે?

(A) મુજિરિસ                                      

(B) લોથલ

(C) સોપારા                                       

(D) અરિકમેડુ

જવાબ:− (B) લોથલ

 

  1. મુઘલ કાળમાં “કરોડી” કોણ હતા?

(A) વેપારીઓ                                     

(B) બેન્કર્સ (ધિરાણકર્તા)

(C) જમીન મહેસુલ અધિકારી                

(D) જમીનદારો

જવાબ:−  (C) જમીન મહેસુલ અધિકારી

 

  1. “સતીપ્રર્થાનો પ્રથમ અભિલેખિય સંદર્ભ ક્યા અભિલેખમાંથી મળી આવે છે?

(A) જૂનાગઢ અભિલેખ                        

(B) મંદસૌર અભિલેખ

(C) સાંચી અભિલેખ                           

(D) એરણ અભિલેખ

જવાબ:- (D) એરણ અભિલેખ

 

  1. વર્ધમાન મહાવીરનો જન્મ કયા સ્થળે થયો હતો?

(A) વૈશાલી                                        

(B) કુંડગ્રામ

(C) કપિલવસ્તુ                                   

(D) પાટલીપુત્ર

જવાબ:− (B) કુંડગ્રામ

 

  1. બંગાળનું વિભાજન કઈ સાલમાં રદ કરવામાં આવ્યું હતું?

(A) ઈ.સ. 1907                                  

(B) ઈ.સ. 1909

(C) ઈ.સ. 1911                                    

(D) ઈ.સ. 1913

જવાબ:− (C) ઈ.સ. 1911

 

  1. ક્યા યુદ્ધથી અંગ્રેજોને ભારતમાં ફ્રાન્સીસીના પડકારનો કાયમના માટેનો અંત આવ્યો હતો?

(A) પ્લાસીનું યુદ્ધ                                 

(B) બક્સરનું યુદ્ધ

(C) વાંડીવાશનું યુદ્ધ                            

(D) શ્રીરંગપટ્ટનમનું યુદ્ધ

જવાબ:− (C) વાંડીવાશનું યુદ્ધ

 

  1. “બાપુ: માય મધર” શિર્ષકથી સંસ્મરણ કોણે લખ્યું છે.?

(A) મહાદેવ દેસાઈ                               

(B) બી. આર. નંદા

(C) જવાહરલાલ નેહરુ                        

(D) મનુબેન

જવાબ:− (D) મનુબેન

 

  1. નીચેના પૈકી કોને “તુતી−એ−હિંદ” (ભારતનો પોપટ)ના નામથી ઓળખવામાં આવે છે?

(A) તાનસેન                                        

(B) જહાંગીર

(C) અમીર ખુસરો                                

(D) અમીર હસન

જવાબ:− (C) અમીર ખુસરો

 

  1. બોરોબુદુર સ્તૂપ ક્યાં આવેલો છે?

(A) કંબોડિયા                                     

(B) જાવા

(C) સુમાત્રા                                         

(D) શ્રીલંકા

જવાબ:− (B) જાવા

 

  1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા?

(A) એની બેસન્ટ                                 

(B) સરોજિની નાયડુ

(C) વિજયાલક્ષ્મી પંડિત                       

(D) કાદંબની ગાંગુલી

જવાબ:− (A) એની બેસન્ટ

 

  1. ‘અખિલ ભારતિય કિસાન સભા’ની રચના ક્યાં અને ક્યારે થઈ હતી?

(A) ઈ.સ. 1935-મુંબઈ                         

(B) ઈ.સ. 1936-લખનૌ

(C). ઈ.સ. 1938−કલકત્તા                     

(D) ઈ.સ. 1942−કાનપુર

જવાબ:− (B) ઈ.સ. 1936-લખનૌ

 

  1. “નેહરુ−લિયાકત સમજૂતી” પર કયા વર્ષે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા?

(A) ઈ.સ. 1947                                   

(B) ઈ.સ. 1949

(C) ઈ.સ. 1950                                  

(D) ઈ.સ. 1952

જવાબ:− (C) ઈ.સ. 1950

 

  1. વર્ષ 1931ના કરાચી અધિવેશનમાં મૂળભૂત અધિકારોનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો હતો?

(A) ડૉ. બી. આર. આંબેડકર                 

(B) એમ. કે. ગાંધી

(C) સુભાષચંદ્ર બોઝ                           

(D) જવાહરલાલ નેહરુ

જવાબ:− (D) જવાહરલાલ નેહરુ

 

  1. ‘ધ સ્કોપ ઓફ હેપ્પીનેસઃ એ પર્સનલ મેમોયર’ના લેખક કોણ છે?

(A) વિજયા લક્ષ્મી પંડિત            

(B) સુચેતા કૃપાલાની

(C) ઈન્દિરા ગાંધી                      

(D) સરોજિની નાયડુ

જવાબ:− (A) વિજયા લક્ષ્મી પંડિત

 

  1. વર્ષ 1947માં હૈદરાબાદના નિઝામ નીચેનામાંથી કોણ હતા?

(A) ઉસ્માન અલી                      

(B) નાસિર જંગ

(C) અકબર અલી ખાન              

(D) મીર મહેબૂબ અલી ખાન

જવાબ:− (A) ઉસ્માન અલી

 

  1. મરાઠા શાસક છત્રપતિ શિવાજીની રાજધાની કઈ હતી?

(A) પુણે                                             

(B) રાયગઢ

(C) સતારા                                         

(D) કોંકણ

જવાબ:− (B) રાયગઢ

 

  1. જહાંગીરના શાસન દરમિયાન કયા ચિત્રકારને “નાદિર−ઉલ−અસર”નું બિરુદ આપવામાં આવ્યું હતું?

(A) મનોહર                                         

(B) અબુલ હસન

(C) ઉસ્તાદ મન્સૂર                                

(D) બિશનદાસ

જવાબ:− (C) ઉસ્તાદ મન્સૂર

 

  1. જ્યારે ઈ.સ. 1942માં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારત છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા?

(A) લિનલિથગો                                  

(B) લિન્ટન

(C) કર્ઝન                                           

(D) રિપન

જવાબ:− (A) લિનલિથગો

 

  1. હર્ષવર્ધનના સામ્રાજ્યની રાજધાની કઈ હતી?

(A) પ્રયાગરાજ                                    

(B) પાટલીપુત્ર

(C) કન્નૌજ                                          

(D) વલ્લભી

જવાબ:− (C) કન્નૌજ

 

  1. સાંચીનો સ્તૂપ મૂળભૂત રીતે કયા મૌર્ય શાસકે બંધાવ્યો હતો?

(A) ચંદ્રગુપ્ત                                        

(B) અશોક

(C) બિંદુસાર                                      

(D) દશરથ

જવાબ:− (B) અશોક

 

  1. ‘ગંગઈકોંડ ચોલાપુરમ’નું નિર્માણ કોણે કરાવડાવ્યું હતું?

(A) રાજેન્દ્ર−I                                      

(B) રાજરાજ−I

(C) કુલોતુંગ                                        

(D) વિજયાલય

જવાબ:− (A) રાજેન્દ્ર−I

 

  1. ગ્રીક લેખક મેગેસ્થેનિસે ભારતના સંદર્ભમાં તેમનો યાત્રા વૃતાંત કયા નામે લખ્યો છે?

(A) નેચુરલ હિસ્ટ્રી                                

(B) સિ−યુ−કી

(C) તંગ્યુર                                          

(D) ઈન્ડિકા

જવાબ:− (D) ઈન્ડિકા

 

  1. પૂર્વમુઘલ કાળમાં ભારતની મુલાકાતે આવેલો વિદેશી પ્રવાસી ઈબ્નબતુતા કયા દેશનો રહેવાસી હતો?

(A) ચીન                                             

(B) શ્રીલંકા

(C) મોરોક્કો                                                 

(D) ગ્રીસ

જવાબ:− (C) મોરોક્કો

 

  1. કોંગ્રેસનું એકમાત્ર એવું કયું અધિવેશન હતું જેની અધ્યક્ષતા ગાંધીજીએ કરી હતી?

(A) બેલગાંવ અધિવેશન 1924              

(B) કાનપુર અધિવેશન 1925

(C) લાહોર અધિવેશન 1929                

(D) કરાચી અધિવેશન 1931

જવાબ:− (A) બેલગાંવ અધિવેશન 1924

 

  1. પ્રસિદ્ધ બૃહદેશ્ચર મંદિર કોણે બંધાવ્યું હતું?

(A) રાજેન્દ્ર−I                                      

(B) રાજરાજ−I

(C) વિજયાલય                                   

(D) કુલોત્તુંગ

જવાબ:− (B) રાજરાજ−I

 

  1. “પૃષ્ટિમાર્ગ”ના સંસ્થાપક કોણ હતા?

(A) માધવાચાર્ય                                   

(B) રામાનુજાચાર્ય

(C) વલ્લભાચાર્ય                                 

(D) નિમ્બારકાચાર્ય

જવાબ:− (C) વલ્લભાચાર્ય

 

  1. ઋગ્વેદમાં ઈન્દ્ર બાદ મોટાભાગની રૂચાઓ કોને સમર્પિત છે?

(A) સૂર્ય                                             

(B) વાયુ

(C) વિષ્ણુ                                          

(D) અગ્નિ

જવાબ:− (D) અગ્નિ

 

  1. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી?

(A) ધર્મપાલ                                        

(B) ગોપાલ

(C) દેવપાલ                                        

(D) મહિપાલ

જવાબ:− (A) ધર્મપાલ

 

  1. નિમ્નલિખિત બાદશાહો પૈકી કોને “શાહ-એ-બેખબર” કહેવામાં આવતો હતો?

(A) શાહજહાં                                      

(B) ઔરંગઝેબ

(C) બહાદુરશાહ−I                               

(D) ફરુર્ખસિયર

જવાબ:− (C) બહાદુરશાહ−I       

 

  1. ક્યા સૂફી સંતે કહ્યું હતું કે “હનુજ દિલ્લી દૂર અસ્ત” અથવા “દિલ્હી હજી દૂર છે (Delhi is still far away)?

(A) ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી                

(B) નિઝામુદ્દીન ઓલિયા

(C) શેખ બખ્તિયાર કાકી                      

(D) બાબા ફરીદ

જવાબ:− (B) નિઝામુદ્દીન ઓલિયા

 

  1. ‘બીજક’ કોના વચનોનો સંગ્રહ છે?

(A) નિઝામુદ્દીન ઓલિયા                      

(B) રામાનંદ

(C) ગુરુ નાનક                                    

(D) કબીર

જવાબ:− (D) કબીર

 

  1. ભગવાન બુદ્ધે તેમનો અંતિમ ઉપદેશ ક્યા સ્થળે આપ્યો હતો?

(A) વૈશાલી                                        

(B) કુશીનગર

(C) સારનાથ                                       

(D) બોધગયા

જવાબ:− (B) કુશીનગર

 

  1. કલિંગ રાજા ખારાવેલા કયા વંશના હતા?

(A) ચેદિ                                             

(B) કદમ્બ

(C) હર્યક                                            

(D) ગુપ્ત

જવાબ:− (A) ચેદિ

 

  1. ભારતીય પ્રાગૈતિહાસના પિતા કોને માનવામાં આવે છે?

(A) કનિંગધમ                                     

(B) રોબર્ટ બ્રુસ ફૂટ

(C) માર્શલ                                         

(D) વિલિયમ કિંગ

જવાબ:− (B) રોબર્ટ બ્રુસ ફૂટ

 

  1. નીચેનામાંથી કોણે કુતુબમિનારનું નિર્માણ શરૂ કરાવડાવ્યું હતું?

(A) કુતુબુદ્દીન ઐબક                            

(B) ઈલ્તુત્મિશ

(C) ફિરોઝશાહ તુગલક                       

(D) અલાઉદ્દીન ખિલજી

જવાબ:− (A) કુતુબુદ્દીન ઐબક

 

  1. ખજુરાહો ખાતે આવેલા મંદિરોનું નિર્માણ ક્યા વંશના રાજાઓએ કરાવ્યું હતું?

(A) બધેલ                                          

(B) પરમાર

(C) ચંદેલ                                           

(D) બુંદેલા

જવાબ:− (C) ચંદેલ

 

  1. જૈન સાહિત્યનું સૌપ્રથમ પ્રબંધ કાવ્ય “ભરતેશ્ચર બાહુબલીરાસ”ના રચયિતા કોણ હતા?

(A) બુદ્ધિસાગર સૂરી                           

(B) વિજયસાગર સૂરી

(C) હરિભદ્ર સૂરી                                 

(D) શાલિભદ્ર સૂરી

જવાબ:− (D) શાલિભદ્ર સૂરી

 

  1. “રામકૃષ્ણ મિશન”ની સ્થાપના કોણે કરી હતી?

(A) દયાનંદ સરસ્વતી                           

(B) વિનોબા ભાવે

(C) સ્વામી વિવેકાનંદ                           

(D) રામકૃષ્ણ પરમહંસ

જવાબ:− (C) સ્વામી વિવેકાનંદ   

 

  1. કયા મુઘલ સમ્રાટના શાસન દરમિયાન ઈંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં તેની પ્રથમ વેપારી કોઠીની સ્થાપના કરી હતી?

(A) અકબર                                        

(B) જહાંગીર

(C) શાહજહાં                                      

(D) ઔરંગઝેબ

જવાબ:− (B) જહાંગીર

 

  1. “એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ”ની સ્થાપના કોણે કરી હતી?

(A) વિન્સ્ટન આર્થર સ્મિથ                     

(B) સર વિલિયમ જોન્સ

(C) લોર્ડ કેનિંગ                                   

(D) મેક્સ મુલર

જવાબ:− (B) સર વિલિયમ જોન્સ

 

  1. દિલ્હીના કયા સુલતાનનું પોલો (ચૌગાન) રમતા ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થયું?

(A) શિહાબુદ્દીન ઘોરી                          

(B) કુતુબુદ્દીન ઐબક

(C) ઈલ્તુત્મિશ                                    

(D) રઝિયા સુલતાન

જવાબ:− (B) કુતુબુદ્દીન ઐબક

 

  1. ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ ‘હર્યક વંશ’ની સ્થાપના કોણે કરી હતી?

(A) સિમુક                                          

(B) શ્રીગુપ્ત

(C) મહાપદ્મનંદ                                   

(D) બિમ્બિસાર

જવાબ:− (D) બિમ્બિસાર

 

  1. પ્રાચીન ભારતીય ઈતિહાસકાળમાં મગધમાં શુંગ વંશની સ્થાપના કોણે કરી હતી?

(A) દેવભૂતિ                                        

(B) શિમુક

(C) વાસુદેવ                                        

(D) પુષ્પમિત્ર શુંગ

જવાબ:- (D) પુષ્પમિત્ર શુંગ

 

  1. હિંદુ−ગ્રીક શાસક મિનાન્ડરે કોની પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી?

(A) વસુમિત્ર                                        

(B) ઉપગુપ્ત

(C) નાગસેન                                        

(D) મહાકશ્યપ

જવાબ:− (C) નાગસેન

 

  1. નીચેનામાંથી કઈ યુરોપિયન પ્રજા આઝાદી પહેલાં ભારતમાં વેપારી તરીકે સૌથી છેલ્લે આવી હતી?

(A) ડચ                                              

(B) ફ્રાંસીસી

(C) અંગ્રેજ                                          

(D) પોર્ટુગીઝ

જવાબ:− (B) ફ્રાંસીસી

 

  1. એવા એકમાત્ર વાઈસરોય કોણ હતા કે જેની ભારતમાં હત્યા કરવામાં આવી હતી?

(A) લોર્ડ હાર્ડિન્ગ                                 

(B) લોર્ડ નોર્થબ્રુક

(C) લોર્ડ એલેનબરો                            

(D) લોર્ડ મેયો

જવાબ:− (D) લોર્ડ મેયો

 

  1. નીચેનામાંથી કોણે વર્નાક્યુલર પ્રેસ એક્ટને રદ્દ કર્યો હતો?

(A) લોર્ડ રિપન                                    

(B) લોર્ડ લિટન

(C) લોર્ડ ડફરીન                                  

(D) લોર્ડ કર્ઝન

જવાબ:− (A) લોર્ડ રિપન

 

  1. ચિત્તોડનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો?

(A) રાણા કુંભા                                   

(B) મહારાણા પ્રતાપ

(C) રાણા સાંગા                                  

(D) રાણા મોકલ

જવાબ:− (A) રાણા કુંભા

 

  1. નીચેનામાંથી કોણે ‘બહુવિવાહ’ નામનું પુસ્તક લખ્યું હતું?

(A) રાજા રામમોહન રાય                       

(B) દયાનંદ સરસ્વતી

(C) ઈશ્ચરચંદ્ર વિદ્યાસાગર                     

(D) રવિન્દ્રનાથ ટાગોર

જવાબ:− (C) ઈશ્ચરચંદ્ર વિદ્યાસાગર

 

  1. ભારતમાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલો પ્રથમ કિલ્લો ક્યો હતો?

(A) ફોર્ટ વિલિયમ                                

(B) ફોર્ટ સેન્ટ જ્યોર્જ

(C) ફોર્ટ સેન્ટ ડેવિડ                                       

(D) ફોર્ટ સેન્ટ એન્જેલો

જવાબ:− (B) ફોર્ટ સેન્ટ જ્યોર્જ

 

  1. નીચેનામાંથી કોણે રાષ્ટ્રકુટ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો?

(A) અમોધવર્ષ                                    

(B) ધ્રુવ

(C) કૃષ્ણ                                            

(D) દંતીદુર્ગ

જવાબ:− (D) દંતીદુર્ગ

 

  1. ભારતના ઈતિહાસમાં પ્રસિદ્ધ બક્સરના યુદ્ધમાં બ્રિટિશ સેનાનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?

(A) રોબર્ટ ક્લાઈવ                              

(B) હેક્ટર મુનરો

(C) સર આયરકુટ                                

(D) લોર્ડ ડેલહાઉસી

જવાબ:− (B) હેક્ટર મુનરો

Free Download PDF of Indian History 100 MCqs Questions and Answers in Gujarati

In this section, we provide a valuable resource for your preparation – a free downloadable PDF that contains all the 100 Indian History MCQs featured in this blog post. This PDF is designed to help you practice, revise, and memorize essential historical facts, making your preparation more efficient and effective.

Benefits of Having Downloadable Resources

Here are the benefits of having this PDF at your fingertips:

  • Convenient revision: Access questions and answers offline, even when you’re on the go.
  • Exam-focused: Tailored to the needs of competitive exams, saving you time and effort.
  • Comprehensive coverage: Covers important topics from all three periods of Indian history.
  • Eco-friendly: Avoid the need for printed material by using digital PDFs.
  • Stress-free preparation: No need to look for study material – the most important questions are compiled in one place.

How to download the PDF of Indian History 100 MCQs in Gujarati

Downloading the PDF is simple and hassle-free. Just follow these steps:

  • Scroll down to the bottom of this section, where you will find the download button.
  • Click on the button to access the PDF file.
  • Save the file to your device for offline use.

This PDF is lightweight and compatible with all devices, ensuring you can study anytime, anywhere.

To Download Previous papers of Civil Services Entrance Exam conducted by SPIPA, Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *