Model Question Paper, Top Easy 50 MCQs in GujaratiModel Question Paper: Top Easy 50 MCQs in Gujarati with free PDF

Prepare effectively for exams with our “Model Question Papers: Top 50 Easy MCQs in Gujarati Free PDF.” Access 50 carefully crafted multiple choice questions, improve your knowledge, and download the free PDF for convenient practice anytime, anywhere!

નમસ્કાર મીત્રો, ગુજરાત સરકાર દ્રારા વિવિધ વિભાગોમાં ભરતી કરવા માટે યોજાતી વર્ગ-3ની પરીક્ષાઓ માટે આદર્શ પ્રશ્નપત્ર અહીં મુકવામાંઆવ્યું છે. આ તમામ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થી મીત્રોને માર્ગદર્શક બની શકે તેમ છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂંછાતા પ્રશ્નોની પેટર્ન અને લેવલ બદલાયા છે. આથી દરેક વિષયોની ઊંડાણપૂર્વક તૈયારી કરવી પણ ખુબ જરૂરી છે.

અહિં આપવામાં આવેલ મોડલ ટેસ્ટમાં સમાન્ય જ્ઞાનમાં તમામ વિષયો જેવા કે ભારતનો ઈતિહાસ, ભૂગોળ, અર્થ વ્યવસ્થા, ભારતનું બંધારણ અને રાજનીતિ, સામાન્ય વિજ્ઞાન વગેરે વિષયોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે આશા રાખીએ છીએ કે આ તમામ પ્રશ્નો આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.

Are you preparing for exams and looking for a reliable way to boost your knowledge and confidence? Look no further! In this blog post, we bring you a carefully crafted model question paper featuring the top 50 easy multiple choice questions (MCQs) in Gujarati. These questions are designed to cover major topics, help you understand the exam format, and hone your skills. Also, we are offering a free PDF download so you can practice anytime, anywhere. Let’s dive in and make your exam preparation journey seamless and effective!

Importance of Model Question Papers in Exam Preparation

Model question papers are an essential tool for anyone preparing for competitive exams or academic assessments. They simulate the real exam environment, helping students get familiar with the structure and format of the questions. By working on these papers, you can:

  • Assess your preparation for the real exam.
  • Identify areas that need improvement.
  • Develop effective strategies to answer questions accurately and within the time limit.

Benefits of Practicing Multiple-Choice Questions (MCQs)

MCQs are a common question format across various exams due to their objective nature. Practising MCQs offers several benefits:

  • Quick revision: MCQs cover a wide range of topics, making them perfect for a comprehensive review of the syllabus.
  • Improved speed and accuracy: Regular practice helps answer questions more quickly and confidently.
  • Enhanced problem-solving skills: MCQs often require critical thinking and analytical skills, which are improved with practice.
  • Immediate feedback: Understanding the right and wrong answers reinforces learning.

Free PDF of Model Question Paper Top Easy 50 MCQs in Gujarati Download for Convenience

To make your preparation more effective and accessible, we have compiled 50 easy but essential MCQs in Gujarati in a free PDF. This PDF of Model Question Paper is designed in such a way that:

  • Being portable, you can practice anywhere, anytime.
  • Save time by providing ready-to-use resources.
  • Help you track your progress by practicing repeatedly and marking your answers.

Top Easy 50 MCQs in Gujarati: Model Question Paper for Class 3 Exams


1. ભારતનું સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ ક્યું છે?

A. સર ક્રિક
B. કન્યાકુમારી
C. ઈન્દીરા કોલ
D. ઈન્દીરા પોઈન્ટ

2. “કલ્પસૂત્ર” ક્યા ધર્મનો પવિત્ર ગંથ છે?

A. જૈન ધર્મ
B. બૌદ્ધ ધર્મ
C. હિંદુ ધર્મ
D. શિખ ધર્મ

3. ઈસ્ટ ઇન્ડીયા કંપનીની ભારત સાથેના વ્યાપારની ઈજારાશાહી (એકાધિકાર) ક્યા અધિનિયમથી નાબૂદ કરવામાં આવી હતી?

A. ચાર્ટર એક્ટ 1813
B. ચાર્ટર એક્ટ 1833
C. ચાર્ટર એક્ટ 1853
D. ભારત શાસન અધિનિયમ 1858

4. ઈ.સ. 629માં ભારત આવેલ ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે તેમના ક્યા પુસ્તકમાં હર્ષવર્ધનના સમયના બનાવોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે?

A. ફો-ક્વોકી
B. ઈન્ડીકા
C. દીપવંશ
D. સી-યુ-કી

5. ગુજરાતમાં મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના સ્થળો પૈકીનું રોજડી ક્યા જિલ્લામાં આવેલું છે?

A. કચ્છ
B. રાજકોટ
C. સુરેન્દ્રનગર
D. અમદાવાદ

6. ડિજીટલ મેમરીના એક્સટર્નલ સ્ટોરેજ માટે વપરાતાં “SD Card”નું પૂર્ણ નામ શું છે?

A. Storage Device
B. Secure Digital
C. Storage Digital
D. Smart Device

7. ગુજરાતમાં જ્યારે પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યુ ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ હતા?

A. ડો. શ્રીમન્નારાયણ
B. શ્રી કે.કે. વિશ્વનાથ
C. શ્રીમતી શારદા મુખરજી
D. શ્રી કૃષ્ણપાલ સિંહ

8. કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?

A. 6 રાજ્યોમાંથી
B. 7 રાજ્યોમાંથી
C. 8 રાજ્યોમાંથી
D. 9 રાજ્યોમાંથી

9. કચ્છમાં આવેલ ઉત્તર ધારમાં સૌથી ઊંચો ડુંગર ક્યો છે?

A. ધીણોધર
B. કાળો
C. નનામો
D. ભૂજિયો

10. નીચેના પૈકી ક્યુ બેઝબોલની રમતનું મેદાન છે?

A. ફીલ્ડ
B. રેન્જ
C. એરિના
D. ડાયમંડ

11. સિંધુખીણની સંસ્કૃતિનું સૌથી પશ્વિમમાં આવેલું સ્થળ ક્યું છે?

A. માંદા
B. આલમગીર
C. સુતકાંગેડોર
D. દાઈમાબાદ

12. બંગાળાના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ ક્યા અધિનિયમથી બનાવવમાં આવ્યા હતા?

A. પિટ્સ ઇન્ડીયા એક્ટ 1784
B. ચાર્ટર એક્ટ 1833
C. ચાર્ટર એક્ટ 1853
D. ભારત શાસન અધિનિયમ 1858

13. નીચે આપવામાં આવેલ પર્વતમાળાઓ પૈકી કઈ પર્વતમાળા ફક્ત એક જ રાજ્યમાં પ્રસરેલી છે?

A. અરવલ્લી
B. સાતપુરા
C. સહ્યાદ્રી
D. અજંતા

14. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પી કોણ છે?

A. રામ વિ. સુથાર
B. બાલકૃષ્ણ દોશી
C. એચ. કે. મેવાડા
D. લુઈ કહાન

15. ભારતમાં ક્રિપ્સ મીશન મોકલનાર ઈંગલેન્ડના પ્રઘાનમંત્રી કોણ હતા?

A. સ્ટેનલી બાલ્ડવિન
B. રેમ્સે મેકડોનાલ્ડ
C. વિન્સ્ટન ચર્ચિલ
D. ક્લીમેંટ એટલી

16. સને 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી ગીચતા (Density of Population) કેટલી છે?

A. 382
B. 327
C. 319
D. 308

17. વિટામીન ડીનું રાસાયણીક નામ શું છે?

A. કેલ્સીફેરોલ
B. રેટિનોલ
C. એસ્કોર્બિક એસિડ
D. ટોકોફેરોલ

18. ગુજરાતનું સૌથી જૂંનું સંગ્રહાલય (Museum) ક્યુ છે?

A. બાર્ટન મ્યુઝીયમ
B. વડોદરા મ્યુઝીયમ
C. લેડી વિલ્સન મ્યુઝીયમ
D. કચ્છ મ્યુઝીયમ

19. આપણા દેશનાં બંધારણમાં મૂળભૂત અધિકારો સંબંધિત જોગવાઈઓ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?

A. સંયુક્ત રાજ્ય અમેરિકા
B. રશિયા
C. જર્મની
D. બ્રિટન

20. રીઝર્વ બેંક દ્રારા નવી બહાર પાડવામાં આવેલ ચલણી નોટો પૈકીની કેટલા રૂપીયાની નોટમાં પાટણની “રાણકી વાવ”નું ચિત્ર છાપેલું છે?

A. 100 રૂપીયાની નોટ
B. 200 રૂપીયાની નોટ
C. 500 રૂપીયાની નોટ
D. 2000 રૂપીયાની નોટ

21. ટર્પેન્ટાઈન ક્યા વૃક્ષના રસમાંથી બનાવવામાં આવે છે?

A. સુંદરી
B. ખેર
C. અર્જુન
D. ચીડ

22. “સાણા ગુફાઓ” ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?

A. અમરેલી
B. પોરબંદર
C. ગીર સોમનાથ
D. જૂનાગઢ

23. જળ ધોધ અને તેને સંબંધીત રાજ્યની આપવામાં આવેલ જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

ધોધનું નામ --------- સંબંધિત રાજ્ય

A. ટાલકોના ધોધ ----આંધ્રપ્રદેશ
B. જોગ ધોધ---- કર્ણાટક
C. મીન મુટ્ટી ધોધ ---- મીઝોરમ
D. બારેહીપાની ધોધ----ઓડીશા

24. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ઈ.સ.1953માં રચવામાં આવેલ રાજ્ય પૂનર્ગઠન આયોગનાં અધ્યક્ષ કોણ હતા?

A. પંડિત જવાહરલાલ નહેરૂ
B. પંડિત હ્રદયનાથ કુંજરૂ
C. ફજલ અલી
D. સરદાર કે.એમ. પાણિક્કર

25. કોમ્પ્યુટર, ઝેરોક્ષ વગેરેમાં પ્રિંટ કાઢવા માટે વપરાતું A4 સાઈઝનું માપ નીચેના પૈકી ક્યુ છે?

A. 8.5" x 11"
B. 8.27" x 11.69"
C. 8.5" x 14"
D. 11.69" x 16.54"

26. ભારતના ક્યા રાજ્યમાં “નામચિક-નામફુક કોલસા ક્ષેત્ર” આવેલું છે?

A. પશ્વિમ બંગાળ
B. મણિપુર
C. મિજોરમ
D. અરૂણાચલ પ્રદેશ

27. “વોકર કરાર” નીચેના પૈકી ક્યા સ્થળે થયા હતા?

A. ગોંડલ
B. ઘંટુગામ (મોરબી)
C. ભાવનગર
D. વડોદરા

28. સોશીયલ મીડીયામાં પ્રખ્યાત એવી “ફેસબુક” (Meta) કંપનીનું હેડ ક્વાર્ટર ક્યા સ્થળે આવેલું છે?

A. કેલિફોર્નીયા
B. વોશિંગ્ટન
C. ન્યુયોર્ક
D. હોંગકોંગ

29. રણમાં રેતી ઉડીને બનતા ઢગલાઓને સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે?

A. ગોઢા
B. ભુંગા
C. ઢુવા
D. શિગમો

30. ગુજરાતની નર્મદા યોજનાની ટીકા કરતા પુસ્તક “ધ ગ્રેટર કોમન ગુડ”ના લેખિકા કોણ છે?

A. મેધા પાટકર
B. અરુંધતી રોય
C. કિરણ દેસાઈ
D. શશી દેશપાંડે

31. રાજ્યો માટે લોકસભાની બેઠકોની ફેરગોઠવણી દરેક વસ્તીગણતરી પછી કરવાની જોગવાઈ બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

A. અનુચ્છેદ 80
B. અનુચ્છેદ 82
C. અનુચ્છેદ 84
D. અનુચ્છેદ 86

32. ડેલહાઉસી દ્રારા ખાલસા કરવામાં આવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યને ગેરવ્યવસ્થા (Misgovernance)ના કારણે કબ્જે કર્યુ હતું?

A. ઝાંસી
B. અવધ
C. નાગપુર
D. સતારા

33. ભારતના બંધારણના આમુખમાં સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક શબ્દો બંધારણના કેટલામાં સુધારાથી દાખલ કરવામાં આવ્યા છે?

A. 36મો બંધારણીય સુધારો
B. 42મો બંધારણીય સુધારો
C. 44મો બંધારણીય સુધારો
D. 52મો બંધારણીય સુધારો

34. પ્રધાનમંત્રી વય વંદના યોજનાનું સંચાલન નીચેના પૈકી કોણ કરે છે?

A. ભારતીય જીવન વિમા નીગમ (LIC)
B. નાણા મંત્રાલય
C. ગૃહ મંત્રાલય
D. ભારતીય પોસ્ટ

35. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્રારા દ્રષ્ટિની ખામી વાળા લોકોને ચલણી નોટોની ઓળખમાં મદદરૂપ થવા માટે કઈ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે?

A. રોશની (ROSHANI)
B. સહયાત્રી (SAHAYATRI)
C. ઉમંગ (UMANG)
D. મની (MANI)

36. ગાયના દુધ અને ખાંડમાંથી બનાવેલ મીઠાઈ “શ્રીવિલ્લિપુત્થુર પલકોવા”ને GI ટેગ મળેલ છે. આ મીઠાઈ ક્યા રાજ્યની છે?

A. કેરલ
B. તેલંગણા
C. તમિલનાડુ
D. આંધ્ર પ્રદેશ

37. નીચેના પૈકી ક્યો દિવસ સીમા સુરક્ષા બળ (Border Security Force- BSF)નો સ્થાપના દિવસ છે?

A. 26 જાન્યુઆરી
B. 1 એપ્રિલ
C. 8 ઓક્ટોબર
D. 1 ડિસેમ્બર

38. વર્ષ 2020માં દેશના સર્વ શ્રેષ્ઠ પોલિસ સ્ટેશન તરીકે પસંદગી પામેલ પોલિસ સ્ટેશન “નાદૌન” ક્યા રાજ્ય/કેંદ્રશાસિત પ્રદેશમાં આવેલું છે?

A. આંદામાન નિકોબાર દ્વિપ સમૂહ
B. પોંડિચેરી
C. કેરલા
D. હિમાચલ પ્રદેશ

39. ઈ.સ. 1971માં ભારત-પાકિસ્તાનના થયેલા યુદ્ધમાં ભારતની પાકિસ્તાન સામેની જીતની યાદમાં ક્યો દિવસ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે?

A. 14 ડિસેમ્બર
B. 15 ડિસેમ્બર
C. 16 ડિસેમ્બર
D. 17 ડિસેમ્બર

40. “માઈન્ડ માસ્ટર” (Mind Master) નામની આત્મકથા નીચેના પૈકી કોની આત્મકથા છે?

A. વિશ્વનાથ આનંદ
B. સાનિયા મીર્જા
C. અભિનવ બિન્દ્રા
D. સૌરવ ગાંગુલી

41. જળવાયુ પરિવર્તન બાબતે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહેલ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ક્યા દેશની છે?

A. અમેરિકા
B. સ્પેન
C. સ્વીડન
D. ફ્રાન્સ

42. “ETRSS-1” નામનો ઉપગ્રહ ક્યા દેશનો પ્રથમ ઉપગ્રહ (Satellite) છે?

A. ઈથોપિયા
B.મ્યાનમાર
C. ઈન્ડોનેશીયા
D. થાઈલેન્ડ

43. ગુજરાતના ક્યા સ્થળે એમેઝોન કંપની દ્રારા “ઓલ વુમન ડીલીવરી સ્ટેશન”ની સ્થાપના કરવામાં આવી છે?

A. મહુવા (ભાવનગર)
B. કાલુપુર (અમદાવાદ)
C. વરાછા (સુરત)
D. કડી (મહેસાણા)

44. પક્ષીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે?

A. એનેમોલોજી
B. ઓર્નીથોલોજી
C. એપીયોલોજી
D. કેલીઓલોજી

45. ક્યા ગવર્નર જનરલને ભારતીય પ્રેસના મુક્તિદાતા કહેવામાં આવે છે?

A. લોર્ડ રિપન
B. લોર્ડ કોર્નવાલિસ
C. સર ચાર્લ્સ મેટકાફે
D. લોર્ડ વિલિયમ બેન્ટીક

46. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સરકારી નોકરીઓમાં અનામત રાખવા સંબંધીત જોગવાઈ કરવામાં આવેલ છે?

A. અનુચ્છેદ 330
B. અનુચ્છેદ 332
C. અનુચ્છેદ 334
D. અનુચ્છેદ 335

47. “રોયલ એશિયાટીક સોસાયટી ઓફ બંગાલ”નાં સંસ્થાપક કોણ હતા?

A. સર વિલિયમ જોન્સ
B. રાજારામ મોહનરાય
C. દાદાભાઈ નવરોજી
D. એની બેસન્ટ

48. ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં “સરકારી નોકર”ની વ્યાખ્યા કરવામાં આવી છે?

A. કલમ 10
B. કલમ 12
C. કલમ 14
D. કલમ 16

49. ઈન્ડીયન પીનલ કોડનું કેટલામું પ્રકરણ રાજ્ય વિરુધ્ધના ગુનાઓ અંગેનું છે?

A. પ્રકરણ 6
B. પ્રકરણ 7
C. પ્રકરણ 8
D. પ્રકરણ 9

50. રાજ્યસેવકે રીતસર જાહેર કરેલ હૂકમનું પાલન ન કરવાનું કૃત્ય કરવું એ ઈન્ડીયન પીનલ કોડ (IPC)ની કઈ કલમ હેઠળ ગૂનો બને છે?

A. કલમ 186
B. કલમ 187
C. કલમ 188
D. કલમ 189

Watch the Model Question Paper for Class-3 Video on Unique Education Gujarati Channel

To make your preparation even more effective, we have created a detailed video covering all the questions of this model question paper on our YouTube channel, Unique Education Gujarati. This video is created to help candidates understand the questions better, hear a clear explanation, and practice in an engaging way. You can watch the video by clicking on the link below and take your preparation to the next level. Don’t miss this opportunity to enhance your learning experience!

Download Free PDF of Model Question Paper for Class 3 Exam Preparation in Gujarati

This model Question Paper is designed for the Class 3 exam conducted by the Government of Gujarat, covering essential subjects such as Gujarat History, Indian History, Gujarat Geography, Indian Geography, Economy, Constitution, Governance and General Science. Designed to match the level of competitive exams, this resource is perfect for comprehensive preparation. To make your study journey easier, we provide a free PDF of Model Question Paper in Gujarati with all the questions of this test. To be successful in these examinations it is important to study each subject in detail. Download the free Model Question Paper in Gujarati PDF by clicking the button below and take the first step towards achieving your goals. Start your preparation now and boost your confidence with this valuable study material!

To Download Old Question Papers of Exams Conducted by GPSC, Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *