Discover the 25 most important questions of Indian Polity with detailed answers in Gujarati. Perfect for competitive exam preparation! Download your free PDF now.
Indian Polity (ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા) is an important subject for anyone preparing for any competitive exam. It lays the foundation for understanding the governance structure in India, constitutional provisions, and the functioning of key institutions. With its relevance in exams like GPSC, UPSC, SSC, and bank exams, mastering Indian Polity is essential to score high in the General Studies section.
Practicing questions not only helps in revising concepts but also sharpens analytical and critical thinking skills. This blog post brings you the top 25 most important Indian Polity questions with detailed answers, carefully crafted to match the needs of competitive exam aspirants.
To make your preparation more convenient, we are providing a free downloadable PDF that contains all these questions and answers. You can use it for quick revision or offline study.
Why Indian Polity (ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા) is Important for Competitive Exams?
Indian Polity (ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા) holds an important place in competitive exams, often with a large number of questions asked from it in the General Studies or GK section. Its importance lies in the fact that it tests both factual knowledge and conceptual understanding of the system of governance.
Weightage in major exams
- GPSC/UPSC: Indian Polity is a core topic in both prelims and mains exams, with questions ranging from the Constitution to governance reforms.
- SSC Exams: The General Awareness section includes many Indian polity-based questions.
- Bank and RailwayEexams: Questions about fundamental rights, judiciary and parliamentary procedures are common.
Tips to prepare Indian Polity efficiently
- Understand the Constitution thoroughly: Focus on the Preamble, Articles, Schedules, and Amendments.
- Learn through examples: Connect theoretical concepts to current events for better retention.
- Revise regularly: Keep revising key topics like Fundamental Rights, Directive Principles, and Constitutional Bodies.
- Solve practice questions: Attempting MCQs regularly increases speed and accuracy, helping you identify weak areas.
- Refer to quality resources: Use standard books like Indian Polity by M. Lakshmikant and reliable online platforms for updates and practice.
By constantly practicing and understanding Indian Polity, you can score better marks and also gain knowledge about the systems that govern our country.
Top 25 Important Questions of Indian Polity - ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા
ઉત્તર: (A) ચાર્ટર એક્ટ 1813
- ચાર્ટર એક્ટ 1813થી ભારત સાથેના વ્યાપારની ઈજારાશાહી નાબૂદ કરવામાં આવી, પરંતુ ચીન અને પૂર્વી દેશો સાથેના વ્યાપારની ઈજારાશાહી ૨૦ વર્ષ માટે વધારવામાં આવી હતી.
- ચાર્ટર એક્ટ 1833થી કંપનીની વ્યાપાર માટેની તમામ ઇજારાશાહી નાબૂદ કરવામાં આવી હતી.
ઉત્તર: (B) ચાર્ટર એક્ટ 1833
- બંગાળાના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ ચાર્ટર એક્ટ 1833ના અધિનિયમથી બનાવવમાં આવ્યા હતા.
- આ અધિનિયમ અંતર્ગત લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતનાં પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા.
- આ અધિનિયમની કલમ 87 મુજબ કંપનીમાં હોદ્દો ધારણ કરવા માટે કોઇપણ વ્યક્તિને ધર્મ, જન્મ સ્થળ, મૂળ વંશ કે રંગના આધારે ગેરલાયક નહી ગણવાની જોગવાઇ કરવામાં આવી.
- ગવર્નર જનરલને સમગ્ર દેશ માટે એક જ બજેટ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો.
ઉત્તર: (A) સંયુક્ત રાજ્ય અમેરિકા
- સંયુક્ત રાજ્ય અમેરિકાના બંધારણમાંથી ભારતના બંધારણમાં પ્રસ્તાવનાનો ખ્યાલ લેવામાં આવ્યો છે.
ભારતનાં બંધારણના વિદેશી સ્ત્રોતો
- બ્રિટન:- સંસદાત્મક શાસન પ્રણાલી, એકલ નાગરિકતા, કાયદો ઘડવાની પ્રક્રિયા
- સંયુક્ત રાજ્ય અમેરિકા:- મૂળભૂત અધિકારો, ન્યાયિક પુનરાવલોકન, બંધારણની સર્વોચ્ચતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા, ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અને તેના પર મહાભિયોગ, ઉપ રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા અને નાણાકીય કટોકટી
- રશિયા:- મૂળભૂત ફરજો
- જર્મની:- કટોકટી સમયે રાષ્ટ્રપતિની મૂળભૂત અધિકારો સંબંધિત સત્તાઓ
- આયર્લેન્ડ:- રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિ માટેનું નિર્વાચક મંડળ, રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભામાં સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજસેવા વગેરે ક્ષેત્રોમાં ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિઓનું નામાંકન (પસંદગી- Nomination)
- દક્ષિણ આફ્રિકા:- બંધારણમાં સંશોધનની પ્રક્રિયા
- ઓસ્ટ્રેલીયા:- પ્રસ્તાવનાની ભાષા, સમવર્તિ સૂચિ સંયુક્ત યાદી)ની જોગવાઇ, કેન્દ્ર અને રાજ્યના સંબંધો અને સત્તાઓની વંહેચણી, સંસદીય વિશેષાધિકાર
- કેનેડા:- સંઘાત્મક વિશેષતાઓ, અવશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે, રાજ્યપાલની નિમણુંક વિષયક પ્રક્રિયા અને જોગવાઇ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન
- જાપાન:- કાયદા દ્રારા સ્થાપિત પ્રક્રિયા
- ભારતના બંધારણ પર સૌથી વધારે અસર ભારત શાસન અધિનિયમ 1935ની છે. આપણા બંધારણના 395 અનુચ્છેદોમાંથી 250 અનુચ્છેદો એવા છે કે જે ભારત શાસન અધિનિયમ 1935માંથી શબ્દશ: લેવામાં આવ્યા છે અથવા તેમાં થોડો ઘણો ફેરફાર કરીને લેવામાં આવ્યા છે.
ઉત્તર: (A) રેગ્યુલેટીંગ એક્ટ 1773
- બંગાળમા સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના રેગ્યુલેટીંગ એક્ટ 1773ના અધિનિયમ દ્વારા કરવામા આવી હતી.
- ઈ.સ. 1774માં કલકત્તામાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી હતી. જેમા એક મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશો હતા.
- સર એલીજા ઇમ્પે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. અન્ય ત્રણ ન્યાયાધીશો ચેમ્બર્સ, લિમેંસ્ટર અને હાઇડ હતા.
- રેગ્યુલેટિંગ એક્ટ 1773થી બંગાળના ગવર્નર બંગાળના ગવર્નર જનરલ બન્યા. મુંબઇ અને મદ્રાસનાં ગવર્નર તેમને આધિન બન્યા.
- રેગ્યુલેટિંગ એક્ટ 1773 મુજબ પ્રથમ ગવર્નર જનરલ “લોર્ડ વોરન હેસ્ટિંગ્સ” બન્યા.
ઉત્તર: (B) ચાર્ટર એક્ટ 1833
- ભારતમાં વિધિ આયોગ (Law Commission)ની જોગવાઇ ચાર્ટર એક્ટ 1833ના અધિનિયમથી કરવામાં આવી હતી.
- આ કાયદા અંતર્ગત ભારતીય કાયદાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે એક વિધિ આયોગ નિમવાની જોગવાઇ કરવામાં આવી હતી.
- લોર્ડ મેકોલોની અધ્યક્ષતામાં પ્રથમ વિધિ આયોગની રચના કરવામાં આવી હતી.
ઉત્તર: (C) ફજલ અલી
- સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ઈ.સ.1953માં રચવામાં આવેલ રાજ્ય પૂનર્ગઠન આયોગનાં અધ્યક્ષ ફજલ અલી હતા.
ઉત્તર: (B) કેબિનેટ મિશન યોજના 1946
- ભારતનું બંધારણ જે બંધારણસભા દ્રારા ઘડવામાં આવ્યું છે તે બંધારણસભાની રચના કેબિનેટ મિશન યોજના 1946 અંતર્ગત કરવામાં આવી હતી.
- કેબિનેટ મિશનનાં સભ્યો:- સર સ્ટેફોર્ડ ક્રિપ્સ, લોર્ડ પેંથિક લોરેન્સ, એ.બી. એલેક્ઝાન્ડર
ઉત્તર: (B) ભારત શાસન અધિનિયમ 1919 (મોન્ટેન્ગ્યુ- ચેમ્સફોર્ડ સુધારો)
- ભારતમાં મહિલાઓને સૌપ્રથમવાર મત આપવાના અધિકારની જોગવાઇ ભારત શાસન અધિનિયમ 1919 (મોન્ટેન્ગ્યુ- ચેમ્સફોર્ડ સુધારો)માં કરવામાં આવી હતી.
- ભારતીય પરિષદ અધિનિયમ 1909ને માર્લો-મિન્ટો સુધારો કહેવામાં આવે છે.
ઉત્તર: (B) ચાર્ટર એક્ટ 1833
- ભારતમાં દાસપ્રથાની નાબૂદી ચાર્ટર એક્ટ 1833થી કરવામાં આવી હતી.
- ચાર્ટર એક્ટ 1833થી દાસપ્રથા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી.
- ઈ.સ. 1843માં દાસપ્રથા નાબૂદ કરવામાં આવી હતી.
ઉત્તર: (C) ચાર્ટર એક્ટ 1853
- ભારતમાં સિવિલ સેવાઓ માટે જાહેર સ્પર્ધાની જોગવાઇ ચાર્ટર એક્ટ 1853થી કરવામાં આવી હતી.
ઉત્તર: (A) ભારતીય પરિષદ અધિનિયમ 1909
- મુસ્લીમો માટે અલગ નિર્વાચન વ્યવસ્થાની જોગવાઇ ભારતીય પરિષદ અધિનિયમ 1909માં કરવામાં આવી હતી.
- આ અધિનિયમે સાંપ્રદાયિકતાને કાનૂની પીઠબળ પુરું પાડ્યુ.
- લોર્ડ મીન્ટો સાંપ્રદાયિક નિર્વાચનના પિતા તરીકે ઓળખાયા.
ઉત્તર: (C) આંધ્ર પ્રદેશ
- ભાષાના આધારે રચવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય આંધ્ર પ્રદેશ હતું.
- મદ્રાસ રાજ્યના તેલુગું ભાષીઓએ પોટીશ્રી રામુલ્લુના નેતૃત્વમાં આંદોલન કર્યું. 58 દિવસનાં ઉપવાસ બાદ 15 ડિસેમ્બર 1952નાં રોજ તેનું મૃત્યું થયું. જેનાથી આંદોલન ઉગ્ર બન્યું.
- 1 ઓક્ટોબર 1953નાં રોજ આંધ્રપ્રદેશ નવું રાજ્ય બન્યું. તે સમયે તેની રાજધાની કર્નૂલ હતી.
ઉત્તર: (D) પંડિત જવાહરલાલ નહેરૂ
- ભારતનું બંધારણ બનાવવા માટે રચવામાં આવેલ સંઘ શક્તિ સમિતિનાં અધ્યક્ષ પંડિત જવાહરલાલ નહેરૂ હતા.
ભારતના બંધારણ સંદર્ભે બનાવવામાં આવેલ સમિતિ અને તેના અધ્યક્ષ
- સંઘ શક્તિ સમિતિ - પંડિત જવાહરલાલ નહેરૂ
- સંઘ સંવિધાન સમિતિ - પંડિત જવાહરલાલ નહેરૂ
- પ્રાંતીય સંવિધાન સમિતિ - સરદાર વલ્લભભાઇ પટેલ
- મૂળભૂત અધિકાર અને લઘુમતિ સમિતિ - સરદાર વલ્લભભાઇ પટેલ
- કાર્ય સંચાલન સમિતિ - કનૈયાલાલ મુન્શી
- પ્રારૂપ સમિતિ - ડો. બી.આર. આંબેડકર
- પ્રારૂપ સમીક્ષા સમિતિ - અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર
ઉત્તર: (C) ભારત સરકાર અધિનિયમ 1935
- કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનાં વિષયોનું વિભાજન કેન્દ્ર સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તિ સૂચિ એમ ત્રણ યાદીઓમાં વિભાજન ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત કરવામાં આવ્યું હતું.
- આ અધિનિયમમાં પ્રસ્તાવનાનો અભાવ હતો.
- આ અધિનિયમમાં 451 કલમો અને 15 પરિશિષ્ટો હતા.
- આ અધિનિયમની જોગવાઇથી એક અખિલ ભારતીય સંઘ બનવાનો હતો. જેમાં 11 બ્રિટિશ પ્રાંતો, 6 મુખ્ય કમિશનરના ક્ષેત્રો અને જે દેશી રજવાડાઓ સ્વેચ્છાએ જોડાય તેનાથી બનવાનો હતો.
- પ્રાંતોને સ્વાયતતા આપવામાં આવી. સ્વતંત્ર આર્થિક સત્તા અને સંસાધનો આપવામાં આવ્યા.
- આ અધિનિયમથી ભારત પરિષદનો અંત કરી દેવામાં આવ્યો.
- કેન્દ્રીય ન્યાયાલય અને કેન્દ્રીય બેંકની સ્થાપના કરવામાં આવી.
- બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું.
ઉત્તર: (A) 9 ડિસેમ્બર 1946
- કેબિનેટ મિશનની ભલામણોના આધારે ભારત માટે બંધારણ ઘડવા બંધારણસભાની રચના જુલાઇ 1946માં કરવામાં આવી હતી.
- 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાયેલ બંધારણસભાની પ્રથમ બેઠકમાં સૌથી વરિષ્ઠ સભ્ય એવા સચ્ચિદાનંદ સિન્હાને પ્રથમ અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
- 11 ડિસેમ્બર 1946નાં રોજ ડો. રાજેંદ્રપ્રસાદને બંધારણસભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા.
ઉત્તર: (B) 4 નવેમ્બર 1948થી 9 નવેમ્બર 1948
- બંધારણસભામાં બંધારણનું પ્રથમ વાચન 4 નવેમ્બર 1948થી 9 નવેમ્બર 1948ના સમયગાળા કરવામાં આવ્યું હતું.
- 15 નવેમ્બર 1948થી 17 ઓક્ટોબર 1949ના સમયગાળામાં દ્રિતીય વાચન કરવામાં આવ્યું હતું.
- 14 નવેમ્બર 1949થી 26 નવેમ્બર 1949ના સમયગાળામાં તૃતીય વાચન કરવામાં આવ્યું હતું.
- 26 નવેમ્બર 1949નાં રોજ બંધારણસભા દ્રારા બંધારણ મંજુર કરવામાં આવ્યું હતું.
- બંધારણ મંજુર કરતી વખતે 284 સભ્યો હાજર હતાં.
- બંધારણ ઘડતરની કામગીરીમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.
- બંધારણ બન્યું ત્યારે તેમાં 22 ભાગ, 395 અનુચ્છેદો અને 8 અનુસૂચિઓ હતી.
ઉત્તર: (C) ક્લીમેન્ટ એટલી
- 30 જૂન 1948 સુધીમાં ભારતને સ્વતંત્રતા આપી દેવાની જાહેરાત કરનાર બ્રિટનના વડાપ્રધાન ક્લીમેન્ટ એટલી હતા.
- ક્લીમેન્ટ એટલીએ ભારતને સ્વતંત્રતા આપી દેવાની જાહેરાત 20 ફેબ્રુઆરી 1947ના રોજ કરી હતી.
- બોલ્ડવિન જ્યારે બ્રિટનના વડાપ્રધાન હતા ત્યારે 8 નવેમ્બર 1927ના રોજ સર જોન સાઇમનની અધ્યક્ષતામાં સાઇમન કમીશન તેમણે ભારત મોકલ્યું હતું.
ઉત્તર: (D) સુકુમાર સેન
- સ્વતંત્ર ભારતનાં પ્રથમ મુખ્ય ચૂંટણી કમીશનર સુકુમાર સેન હતાં.
- અબુલ કલામ આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા.
- ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા.
- જસ્ટીસ હિરાલાલ જે. કાણીયા સ્વતંત્ર ભારતનાં પ્રથમ મુખ્ય ન્યાયમુર્તિ હતા.
ઉત્તર: (B) 61મો બંધારણીય સૂધારો, 1989
- આપણા દેશમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ 61માં બંધારણીય સુધારાથી કરવામાં આવી હતી.
- 52મો બંધારણીય સુધારો:- આ સુધારાથી પક્ષપલટા પર અંકુશ લાવવા કાયદો બનાવ્યો.
- જે પક્ષમાં ઉભા રહીને કોઈ ઉમેદવાર ચૂંટણી લડીને ધારાસભ્ય કે સંસદસભ્ય બન્યા હોય તે ઉમેદવાર ચૂંટાયા બાદ પક્ષ છોડી દે એટલે કે પક્ષ પલટો કરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
- કોઇ પક્ષના એક તૃતીયાંશ ચૂંટાયેલા સભ્યો અલગ પક્ષ બનાવે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે નહી.
- પક્ષ પલટા અંગેની જોગવાઇઓ બંધારણની 10મી અનુસૂચિમાં રાખવામાં આવી છે.
- 65મો બંધારણીય સુધારો:- અનુચ્છેદ 338માં સંશોધન કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગની રચના કરવામાં આવી.
- 69મો બંધારણીય સુધારો:- દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવવામાં આવ્યું. દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભા અને મંત્રીમંડળની જોગવાઇ કરવામાં આવી.
ઉત્તર: (A) એક
- બંધારણની પ્રસ્તાવનામાં અત્યાર સુધીમાં એક સંશોધન કરવામાં આવ્યું છે.
- 42મો બંધારણીય સુધારો-1976થી પ્રસ્તાવનામાં સંશોધન કરવામાં આવ્યું હતું અને પ્રસ્તાવનામાં “સમાજવાદી, બિન સાંપ્રદાયિક, એકતા અને અખંડતા” શબ્દો જોડવામાં આવ્યા હતાં.
ઉત્તર: (B) ઓગષ્ટ પ્રસ્તાવ
- ઓગષ્ટ પ્રસ્તાવ – 8 ઓગષ્ટ 1940
- ક્રિપ્સ મિશન – માર્ચ 1942
- વેવેલ યોજના – 25 જૂન 1945
- કેબિનેટ મિશન – માર્ચ 1946
ઉત્તર: (C) બેરૂબાડી કેસ 1960
- સર્વોચ્ચ ન્યાયાલયે બેરૂબાડી કેસ 1960માં પ્રસ્તાવનાને બંધારણનો ભાગ નહોતી માની.
- કેશવાનંદ ભારતી V/S કેરલ રાજ્ય કેસ-1973માં સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્તાવનાને બંધારણનો ભાગ માની. અને મૂળ ઢાચાનો સિધ્ધાંત (Theory of Basic Structure) આપ્યો. એટલે કે સંસદ બંધારણના મૂળ ઢાચામાં નકારાત્મક સંશોધન કરી શકે નહી.
- મદન ગોપાલ કેસ-1957માં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યુ હતું કે પ્રસ્તાવનાને ન્યાયાલયમાં પડકારી શકાય નહી.
ઉત્તર: (D) અનુચ્છેદ 48
- “ખેતી અને પશુપાલનની આધુનિક વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવાનો રાજ્ય પ્રયત્ન કરશે” એવી જોગવાઇ બંધારણનાં અનુચ્છેદ 48માં કરવામાં આવી છે.
- અનુચ્છેદ 45:- 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઇ
- અનુચ્છેદ 46:- અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને બીજા નબળા વર્ગોના શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભિવૃદ્ધિ
- અનુચ્છેદ 47:- પોષણ અને જીવનધોરણ ઊંચા લાવવાની તથા જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ
- અનુચ્છેદ 48:- ખેતી અને પશુપાલનની વ્યવસ્થા
- અનુચ્છેદ 48 ક:-
- 42માં બંધારણીય સુધારાથી આ અનુચ્છેદ દાખલ કર્યો છે.
- “પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબત
ઉત્તર: (C) લીલા રંગનું
- લોકસભાના સભ્યો દ્રારા લીલા રંગનું રાષ્ટ્રીય પ્રતિક (National Symbol) ઉપયોગમાં લેવામાં આવે છે.
- વાદળી રંગનું રાષ્ટ્રીય પ્રતિક ભારતનાં મંત્રીઓ દ્રારા ઉપયોગમાં લેવામાં આવે છે.
- લાલ રંગનું રાષ્ટ્રીય પ્રતિક રાજ્યસભાના સભ્યો દ્રારા ઉપયોગમાં લેવામાં આવે છે.
ઉત્તર: (C) 7મી અનુસૂચિ
- સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી બંધારણની 7મી અનુસૂચિમાં આપવામાં આવી છે.
- 3જી અનુસૂચિ:- વિભિન્ન પદાધિકારીઓએ હોદ્દાના લેવાના શપથ
- 5મી અનુસૂચિ:- અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતિય ક્ષેત્રોના વહીવટ બાબતની જોગવાઈ
- 9મી અનુસૂચિ:- પ્રથમ બંધારણીય સુધારાથી આ અનુસૂચિ જોડવામાં આવી. તેમાં સમાવિષ્ટ વિષયો ન્યાયાલયમાં પડકારી શકાતા નથી.
Report Card
Total Questions Attempted: 0
Correct Answers: 0
Wrong Answers: 0
--
Watch Our Video on Top 25 Indian Polity Questions in Gujarati
To improve your preparation, we have created a video containing all the 25 important questions of Indian Polity in Gujarati along with their detailed answers. This video is designed to complement the content of the blog and PDF, providing an engaging way to learn and revise.
Why watch the video?
- Interactive learning: The video explains each question and answer in an easy-to-understand format, making learning more interesting.
- Time-saving: You can quickly understand key concepts without having to read long texts.
- Memorability: Visual and auditory learning helps retain information better than just reading.
- Exam-oriented: The video focuses on questions that are most relevant to competitive exams like GPSC, UPSC, SSC, Bank PO, IBPS, Clerk, Police Recruitment and others.
Video Highlights
- Presentation of all 25 questions in Gujarati language.
- Detailed explanation and insights for each question.
- Suitable for candidates preparing for Gujarat-based and national-level exams.
Watch Now
- Click on the link below to watch the video and get a comprehensive understanding of Indian Polity:
Download Free PDF of Top 25 Indian Polity Important Questions in Gujarati - ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા
This section is dedicated to providing readers with easy access to a free downloadable PDF that contains all the 25 important questions on Indian Polity, as well as their detailed answers and explanations in Gujarati. The PDF is designed to be a valuable resource for your study, allowing you to easily access all the information offline. The structure of this section will be as follows:
Direct link to download PDF
To make your preparation more efficient, we are offering a free PDF of Indian Polity 25 Questions in Gujarati download that you can access with a single click. Below is the link to download the PDF:
To Download NCERT Book ‘Bharat ka Samvidhan Sidhant aur Vavhar,’ Click Here
Also Read This : Top 100 GK Questions for GPSC, Clerk, Police Constable with Free PDF