Hello Aspirants, Learn 100 important Gujarat History questions and answers to enhance your knowledge. Perfect for test takers and enthusiasts! Download the free PDF for easy preparation.
Gujarat, which is full of history, has witnessed remarkable development from ancient times to the modern era. Its historical significance is reflected in its ancient ruins, medieval forts, and the influential role it played during India’s freedom movement. Understanding the history of Gujarat is not just about memorizing dates and events; it is about discovering fascinating stories of bravery, innovation, and cultural richness that shaped the state and contributed to India’s heritage.
For students, job aspirants, and history enthusiasts, gaining insight into the history of Gujarat can provide a deeper understanding of its unique cultural identity and serve as an essential tool to excel in competitive exams. From the thriving ports of Lothal during the Indus Valley Civilization to the leadership of Mahatma Gandhi and Sardar Patel in the 20th century, the history of Gujarat is a treasure trove of knowledge.
In this blog post, we bring you 100 carefully selected questions and answers about the history of Gujarat, covering the ancient, medieval, and modern eras. Whether you are preparing for a competitive exam, enhancing your general knowledge or exploring the heritage of Gujarat, this post is tailored to suit your needs.
At the end of this post, you can also download a free PDF containing all the questions and answers, ensuring you can study anytime, anywhere. So, let’s embark on this historical journey and uncover the rich heritage of Gujarat!
Why Learn Gujarat History Questions and Answers?
The history of Gujarat is a collection of fascinating events, influential personalities and cultural milestones that have left an indelible mark on India’s past and present. Learning about this rich heritage is not only a journey into the past but also a way to understand the foundation of modern Gujarat and its contribution to the nation.
Importance for Students and Job Aspirants
For those preparing for competitive exams like UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK Exam, Clerk, Police Constable, Talati or any state level exam, History of Gujarat is an integral part of the syllabus. Questions related to ancient civilisations, medieval kingdoms and modern political movements of Gujarat are frequently asked, making it very important to have a strong grip on this subject for success.
Understanding Gujarat’s Role in India’s Culture
From ancient ports like Lothal that were part of the Indus Valley Civilization, to the establishment of powerful kingdoms during the medieval period, Gujarat has been a hub of trade, innovation, and cultural exchange. Its strategic location and resource-rich land have made it a focal point in shaping India’s history. By studying the history of Gujarat, you can learn how this state influenced India’s development and identity.
Insights into Iconic Historical Milestones
Gujarat has witnessed some of the most transformative events in Indian history:
- Ancient Gujarat: Thriving trade centers of Lothal and Dholavira.
- Medieval Era: Prosperous rule of the Solanki dynasty and influence of Islamic rulers.
- Modern Era: Gujarat’s central role in India’s freedom struggle led by stalwarts like Mahatma Gandhi and Sardar Vallabhbhai Patel.
Understanding these events not only increases knowledge but also instills a sense of pride in Gujarat’s remarkable heritage.
Connecting with Cultural Heritage
Beyond politics and economics, the history of Gujarat is rich in its art, architecture and social movements. Learning about its temples, forts, literature and festivals helps preserve and celebrate the vibrant cultural identity of the state.
In short, learning the history of Gujarat is essential for competitive exams, appreciation of India’s past and a deeper connection to your roots. This blog will provide you with an organised and comprehensive approach to master this important topic.
Topics Covered in the Gujarat History Questions and Answers in Gujarati with PDF
Indus Valley Civilization in Gujarat
- Discover ancient sites like Lothal and Dholavira, which highlight Gujarat’s role in one of the world’s oldest civilizations.
Maitraka Dynasty
- Learn about the influence of the Maitrakas and their contribution to the development of Gujarat during the early medieval period.
Chavda Dynasty
- Discover the rise and significance of the Chavda rulers in shaping Gujarat’s early medieval history.
Solanki Dynasty
- Delve into Gujarat’s golden age under the Solankis, marked by architectural marvels and cultural advancement.
Vaghela Dynasty
- Understand the decline of the Solanki era and the rise of the Vaghela rulers in Gujarat.
Other Dynasties
- A brief overview of lesser-known dynasties that ruled parts of Gujarat and their historical influence.
Desi Rajwadas (Local States)
- Information about local princely states that maintained their distinct identity and governance.
Bhavnagar State
- A look at the history and contribution of Bhavnagar as a major princely state in Gujarat.
Gaekwad State
- Trace the legacy of the Gaekwads, their administration and their role in the history of Gujarat.
Nawanagar State
- Discover the history of Nawanagar, known today as Jamnagar, and its important rulers.
Gondal State
- Learn about the historical significance of Gondal and its contribution to education and infrastructure.
Morbi State
- A glimpse into the heritage of Morbi, famous for its architecture and royal heritage.
Maha Gujarat Movement
- Understand the political and social movement that led to the creation of the modern state of Gujarat.
Arzi Hukumat (Provisional Government)
- Learn about the establishment of the Provisional Government during India’s freedom struggle and its impact on Gujarat.
This comprehensive coverage ensures a detailed understanding of Gujarat’s rich historical journey.
Gujarat History 100 Questions and Answers in Gujarati
1. ગુજરાતના પ્રાચીન ઈતિહાસની માહિતી આપતા ગ્રંથ “પ્રબંધચિંતામણી”ના રચયિતા કોણ છે?
જવાબ:- મેરુતુંગસૂરી
2. મેરુતુંગસૂરીએ લખેલા ગ્રંથ “પ્રબંધચિંતામણી” માંથી ક્યા રાજવંશોની માહિતી મળી આવે છે?
જવાબ:- ચાવડાવંશના સમયથી સોલંકી વંશ સુધીની
3. પ્રાચીન પુરાતાત્વીક સ્થળો કોટ અને પેઢામલી કઈ નદીના કિનારે આવેલા છે?
જવાબ:- સાબરમતી
4. પુરાતાત્વીક સ્થળ લાંઘણજ ક્યા જિલામાં આવેલું છે?
જવાબ:- મહેસાણા
5. ગુજરાતના પ્રાગઐતિહાસિકકાળની માહિતી આપતા પુસ્તક “આર્કિયોલોજી ઓફ ગુજરાત”ના લેખક કોણ છે?
જવાબ:- હસમુખ સાકળીયા
6. પૌરાણિક સમયમાં ગુજરાત માટે “આનર્ત” નામ વપરાતું હતું તે આનર્ત કોના પુત્ર હતા?
જવાબ:- શર્યાતિના પુત્ર
7. “આનર્ત”ની રાજધાની કઈ હતી?
જવાબ:- કુશસ્થલી
8. આનર્ત વંશના છેલ્લા રાજા કોણ હતા?
જવાબ:- રૈવત કકુદમી
9. ક્યા બૌધ્ધ ગ્રંથોમાં “લાટ” પ્રદેશનો ઉલ્લેખ મળી આવે છે?
જવાબ:- દીપવંશ અને મહાવંશ
↦ આ બૌદ્ધ ગ્રંથો પાલિ ભાષામાં લખાયેલા છે.
10. મૈત્રકકાળમાં આબુની ઉત્તરે આવેલો પ્રદેશ ક્યા નામથી ઓળખાતો હતો?
જવાબ:- ગુર્જરદેશ કે ગુર્જર ભૂમિ
11. અનુમૈત્રક કાળ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ક્યા પ્રદેશને “ગુર્જરદેશ” તરીકે ઓળખવામાં આવતો હતો?
જવાબ:- ભિન્નમાલ પ્રદેશ
12. ક્યા રાજવંશના શાસનકાળ દરમિયાન “ગુજરાત” નામ પ્રચલિત બન્યુ હતું?
જવાબ:- સોલંકીકાળ
13. “ગુજરાત” શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યા ગ્રંથમાંથી મળી આવે છે?
જવાબ:- આબુરાસ
14. ગુજરાતનો પ્રામાણિક ઈતિહાસ ક્યા રાજવંશના સમયથી શરૂ થાય છે?
જવાબ:- મૌર્યવંશથી
↦ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતના પ્રામાણિક ઈતિહાસની માહિતી મળે છે.
15. પ્રાચીન સમયમાં ઉજ્જયંત અને રૈવતક તરીકે ઓળખતો પર્વત વર્તમાનમાં ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- ગિરનાર
16. પ્રાચીન યાત્રી ટોલેમીએ કઈ નદીનો ઉલ્લેખ “મોફીસ” તરીકે કર્યો છે?
જવાબ:- મહી નદી
17. બનાસ નદી પ્રાચીન કાળમાં ક્યા નામથી ઓળખાતી હતી?
જવાબ:- પર્ણાશા
18. ક્યા જૈન તીર્થકરે ગિરનાર પર્વત પર કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું?
જવાબ:- ભગવાન નેમિનાથ
19. પ્રાચીન સમયમાં સ્તંભતીર્થ તરીકે હાલનું ક્યું શહેર ઓળખાતું હતું?
જવાબ:- ખંભાત
20. આનર્તપુર, આનંદપુર અને ચમત્કારપુર વગેરે ક્યા શહેરના પ્રાચીન નામો છે?
જવાબ:- વડનગર
21. “કાન્હડદે પ્રબંધ” નામની કૃતિના રચયીતા કોણ છે?
જવાબ:- પદ્મનાભ
22. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ ક્યું છે?
જવાબ:- રંગપુર
23. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલા સિંધુ સંસ્કૃતિના સ્થળ રંગપુરની શોધ ક્યા વર્ષે થઈ હતી?
જવાબ:- ઈ.સ. 1931
↦ તત્કાલિન લીંબડી રાજ્યનો રસ્તો બનાવતી વખતે અચાનક આ અવશેષો મળી આવ્યા હતા
24. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલા સિંધુ સંસ્કૃતિના સ્થળ રંગપુરનું શોધકાર્ય કોણે કર્યુ હતું?
જવાબ:- માધોસ્વરૂપ વત્સ
25. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલ સિંધુ સંસ્કૃતિનું સ્થળ રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે?
જવાબ:- સૂકભાદર
26. હડપ્પા સંસ્કૃતિનું સ્થળ રંગપુર ક્યા જિલ્લામાં આવેલું છે?
જવાબ:- સુરેન્દ્રનગર જિલ્લો ( લીમડી તાલુકો)
27. આઝાદી બાદ ગુજરાતમાં ક્યા સ્થળેથી સિંધુ સભ્યતાના સૌથી વધારે અવશેષો મળી આવ્યા છે?
જવાબ:- રંગપુર
28. લોથલનો શાબ્દિક અર્થ શું થાય છે?
જવાબ:- મરેલાનો ટેકરો
29. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર (ડોકયાર્ડ) ક્યુ માનવામાં આવે છે?
જવાબ:- લોથલ
30. સિંધુ સભ્યતાનાં સ્થળોમાં અગ્નિકુંડો કાલીબંગન (રાજસ્થાન) ઉપરાંત અન્ય ક્યા સ્થળેથી મળી આવેલ છે?
જવાબ:- લોથલ
31. સિંધુ સભ્યતાનું સ્થળ “ધોળાવીરા” ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
જવાબ:- કચ્છ (ભચાઉ તાલુકાના ખદીર બેટમાં)
32. સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે?
જવાબ:- લુણી નદી
33. સિંધુ સભ્યતાના સ્થળ ધોળાવીરાનું સૌપ્રથમવાર ઉત્ખનન ક્યા વર્ષે કરવામાં આવ્યંં હતું?
જવાબ:- ઈ.સ. 1967-68
34. સિંધુ સભ્યતાના સ્થળ ધોળાવીરાનું સૌપ્રથમવાર ઉત્ખનન કોણે કર્યુ હતું?
જવાબ:- જગપતિ જોશી
35. ભારતની સિંધુ સંસ્કૃતિની સૌથી મોટી વસાહત રાખીગઢ (હરીયાણા) બાદ બીજા ક્રમની સૌથી મોટી વસાહત કઈ છે?
જવાબ:- ધોળાવીરા
36. સિંધુ સભ્યતાની લિપિમાં લખાયેલું એકમાત્ર સાઈનબોર્ડ ક્યા સ્થળેથી મળી આવ્યંં છે?
જવાબ:- ધોળાવીરા
37. સિંધુ સંસ્કૃતિનું સ્થળ “રોજડી” ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
જવાબ:- રાજકોટ (ગોંડલ તાલુકો)
38. સિંધુ સંસ્કૃતિનું સ્થળ “રોજડી” કઈ નદીના કિનારે આવેલું છે?
જવાબ:- ભાદર નદી
39. સિંધુ સંસ્કૃતિનું સ્થળ દેસલપર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
જવાબ:- કચ્છ (નખત્રાણા તાલુકો)
40. સિંધુ સભ્યતા સ્થળ “દેસલપર” કઈ નદીના કિનારે આવેલું છે?
જવાબ:- મોરઈ
41. ભાલકા તીર્થને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- ગૌલોકધામ
42. શ્રીકૃષ્ણનાં અગ્નિસંસ્કાર જે ત્રીવેણી સંગમ પર કરવામાં આવ્યા હતા તે સ્થળ ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- દેહોત્સર્ગ તીર્થ
43. શ્રીકૃષ્ણનાં અગ્નિસંસ્કાર જે ત્રીવેણી સંગમ પર કરવામાં આવ્યા તે ત્રીવેણી સંગમ કઈ ત્રણ નદીનો સંગમ છે?
જવાબ:- હિરણ, કપિલા અને સરસ્વતી
44. ગુજરાતની પ્રથમ પ્રામાણિક રાજધાની કઈ માનવામાં આવે છે?
જવાબ:- ગિરિનગર (હાલનું ગિરનાર)
45. ગુજરાતની પ્રથમ પ્રામાણિક રાજધાની મનાતું ગિરિનગર ક્યા રાજવંશના સમયે સુરાષ્ટ્રનું વહીવટી મથક હતું?
જવાબ:- મૌર્યવંશ
46. ચંદ્રગુપ્ત મૌર્યએ સુરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુંક કરી હતી?
જવાબ:- પુષ્પગુપ્ત વૈશ
47. પ્રાચીનકાળમાં જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- પુષ્પગુપ્ત વૈશ
48. પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા નિર્માણ કરાવેલ સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યું હતું?
જવાબ:- સુવર્ણસિક્તા
49. જૂનાગઢમાંથી સમ્રાટ અશોક સિવાય અન્ય ક્યા શાસકોના શિલાલેખો મળી આવે છે?
જવાબ:- ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત અને મહાક્ષત્રપ રુદ્રદામા
50. ગિરનારની તળેટીમાં આવેલ અશોકના શિલાલેખની સૌપ્રથમવાર શોધ કોણે કરી હતી?
જવાબ:- કર્નલ જેમ્સ ટોડ (ઈ.સ. 1822)
51. ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખને સૌપ્રથમવાર કોણે ઉકેલ્યો છે?
જવાબ:- જેમ્સ પ્રિન્સેપ (ઈ.સ. 1837માં)
52. ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખની સુધારા-વધારા સાથેની શુધ્ધ પ્રત કોણે તૈયાર કરી છે?
જવાબ:- ડો. ભગવાનલાલ ઈન્દ્રજીત
53. ગિરનારની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરવામાં આવેલો છે?
જવાબ:- બ્રાહ્મી લિપિ
54. ગિરનારની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં કોતરવામાં આવેલો છે?
જવાબ:- પાલિ
55. ગિરનારની તળેટીમાં આવેલા અશોકનો શિલાલેખ ક્યા વિષય અંગેનો છે?
જવાબ:- નૈતિક ઉપદેશ
56. મૌર્ય શાસક સમ્રાટ અશોકના સમયમાં સુરાષ્ટ્રનો સૂબો કોણ હતો?
જવાબ:- તુષાષ્ફ
57. જૈન ધર્મગ્રંથો અનુસાર ગુજરાતમાં સંપ્રતિનું શાસન હતું, તે સંપ્રતિ કોણ હતા?
જવાબ:- અશોકના પૌત્ર
58. ગિરનાર પર આવેલ મહાવીર મંદિરના સ્થળને ક્યા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- સંપ્રતિની ટૂંક
59. સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર પર્ણદત્ત ક્યા શાસકનો સૂબો હતો?
જવાબ:- સ્કંદગુપ્ત
60. જૂનાગઢમાં મહાક્ષત્રપ રૂદ્રદામાનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાવેલો છે?
જવાબ:- સંસ્કૃત
61. જૂનાગઢમાં ઉપરકોટની દક્ષિણે આવેલ પત્થરમાંથી કોતરેલ (શૈલ-ઉત્કીર્ણ) ગુફાઓ ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- બાવા-પ્યારે
62. શામળાજી પાસે “દેવની મોરી” નામના સ્થળેથી પ્રાપ્ત થયેલા અવશેષો ક્યા રાજવંશના સમયના છે?
જવાબ:- શક-ક્ષત્રપ
63. ખાપરા કોડિયાની ગુફાઓનો સમૂહ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
જવાબ:- જૂનાગઢ
64. કડિયા ડુંગરની ગુફાઓ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?
જવાબ:- ભરૂચ
65. સાણા ડુંગરની બૌધ્ધ ગુફાઓ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?
જવાબ:- ગીર સોમનાથ
66. સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનુ મંદિર કોણે બંધાવ્યું હતું?
જવાબ:- ચક્રપાલિત
67. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ક્યા રાજવંશનું શાસન હતું?
જવાબ:- ત્રૈકૂટક વંશ
68. ત્રૈકૂટક વંશના સંસ્થાપક કોણ હતા?
જવાબ:- ઈન્દ્રદત્ત
69. ત્રૈકૂટક વંશના શાસકો ક્યા સંવતને અનુસરતા હતા?
જવાબ:- કલચુરી સંવત
70. કલચુરી વંશને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- હૈહય
71. વલભીમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી?
જવાબ:- સેનાપતિ ભટ્ટાર્ક
72. સેનાપતિ ભટ્ટાર્કે ક્યા વર્ષે વલભીમાં મૈત્રક વંશની સ્થાપના કરી હતી?
જવાબ:- ઈ.સ. 470
73. મૈત્રક વંશના શાસકો ક્યા ધર્મના અનુયાયીઓ હતા?
જવાબ:- શૈવ ધર્મ
74. શૈવ ધર્મના ચાર સંપ્રદાયો કાપાલિક, પાશુપત, લિંગાયત અને કાલામુખ પૈકી મૈત્રક શાસકો ક્યા સંપ્રદાયના અનુયાયીઓ હતા?
જવાબ:- પાશુપત સંપ્રદાય
75. જૈન ધર્મની બીજી સંગિતિ ક્યા સ્થળે ભરાઈ હતી?
જવાબ:- વલભી
76. જૈન ધર્મની બીજી સંગિતિ ક્યા શાસકના શાસનકાળમાં ભરાઈ હતી?
જવાબ:- ધ્રુવસેન પહેલો
77. ધ્રુવસેન પહેલાના શાસનકાળમાં ભરાયેલ જૈનધર્મની બીજી સંગિતિ ક્યા વર્ષે ભરાઈ હતી?
જવાબ:- ઈ.સ. 512
78. જૈનધર્મની બીજી સંગિતિ બોલાવવા પાછળ મહેનત કરનાર ધ્રુવસેન પહેલાની પત્નીનું નામ શું હતું?
જવાબ:- ચંદ્રલેખા
79. ઈ.સ. 512માં વલભીમાં યોજાયેલ બીજી જૈન સંગિતિના અધ્યક્ષ કોણ હતાં?
જવાબ:- ક્ષમાશ્રવણ
80. “રાવણવધ” નામની કૃતિના રચયિતા ભટ્ટી ક્યા શાસકના આશ્રિત હતા?
જવાબ:-ધરસેન ચોથો
81. મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ હતો?
જવાબ:- શિલાદિત્ય સાતમો
82. પ્રાચીન સમયમાં વિદ્યાનું મહત્વનું કેન્દ્ર ગણાતી “વલભી વિદ્યાપીઠ”ની સ્થાપના ક્યા શાસકના સમયમાં થઈ હતી?
જવાબ:- ધરસેન પ્રથમ
83. ક્યા ચીની પ્રવાસીઓએ વલભીની મુલાકાત લીધી હતી?
જવાબ:- હ્યુ-એન-ત્સાંગ અને ઈત્સિંગ
84. ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગે વલભીની મુલાકાત ક્યા વર્ષે લીધી હતી?
જવાબ:- ઈ.સ. 640
85. ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભી પર કોનું શાસન હતું?
જવાબ:- ધ્રુવસેન બીજો
86. ક્યા જૈન સંપ્રદાયની ઉત્પતિ વલભીથી થઈ હતી?
જવાબ:- શ્વેતાંબર
87. મૈત્રકવંશની શાસન વ્યવસ્થામાં મહેસૂલ ખાતાનો મુખ્ય અધિકારી ક્યા નામથી ઓળખાતો હતો?
જવાબ:- ઉપરિક
88. મૈત્રકકાળ દરમિયાન ન્યાયખાતાના મુખ્ય અધિકારીને શું કહેવાતો હતો?
જવાબ:- પ્રમાતા
89. મૈત્રકકાળમાં ગામનો વડો ક્યા નામથી ઓળખાતો હતો?
જવાબ:- ગ્રામકૂટ
90. મૈત્રકકાળમાં મહેસૂલ માટે ક્યો શબ્દ વપરાતો હતો?
જવાબ:- આદેય કે આદાન
91. મૈત્રકકાળમાં રોકડ સ્વરૂપે ઉઘરાવાતા મહેસૂલને શું કહેવાતું હતું?
જવાબ:- હિરણ્ય
92. મૈત્રકકાળમાં “મેંય” શબ્દ કોના માટે વપરાતો હતો?
જવાબ:- અનાજ સ્વરૂપે આપવામાં આવતું મહેસૂલ
93. મૈત્રકકાળમાં રોકડ સ્વરૂપે કે અનાજ સ્વરૂપે કર આપી શકે તેમ ન હોય તેઓ પાસે મફતમાં કરાવવામાં આવતા કામને શું કહેવાતું હતું?
જવાબ:- વિષ્ટિ
94. મૈત્રકકાળમાં બહારથી આયાત કરેલી વસ્તુઓ પર લગાવવામાં આવતી જકાતને શું કહેવાતી હતી?
જવાબ:- વાતપ્રત્યાય
95. મૈત્રકકાળમાં ગામમાં ઉપજેલી વસ્તુઓ પર લગાવવામાં આવતી જકાતને શું કહેવાતી હતી?
જવાબ:- ભૂતપ્રત્યાય
96. મૈત્રકકાળમાં વાતપ્રત્યાય અને ભૂતપ્રત્યાય નામની જકાતો ઉઘરાવવા માટે નિમેલા ખાસ અધિકારી ક્યા નામથી ઓળખાતા હતા?
જવાબ:- શૌલ્કિક
97. ક્યો મૈત્રક શાસક દર વર્ષે એક મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો?
જવાબ:- શીલાદિત્ય પ્રથમ
98. વલભીનો નાશ કઈ રીતે થયો હતો?
જવાબ:- આરબોના આક્રમણથી
99. વલભીનો નાશ ક્યા વર્ષે કરવામાં આવ્યો હતો?
જવાબ:- ઈ.સ. 788
100. પારસીઓના જાદીરાણા તરીકે કોણ ઓળખાતું હતું?
જવાબ:- રાજા વજ્જી દેવ
Watch Our Video: 100 Gujarat History Questions and Answers in Gujarati
We are happy to share that along with this blog, we have created a comprehensive video presenting all the 100 history questions and answers of History of Gujarat in Gujarati. This video is designed to make learning engaging and accessible, especially for those who prefer visual and audio content in their native language. It is perfect for revising key concepts on the go and ensuring that you remember the material effectively. Don’t miss the chance to improve your preparation by watching the video—it is crafted to help you excel in competitive exams and enhance your general knowledge!
Download the Free PDF of History of Gujarat- 100 Questions and Answers in Gujarati
We have created a PDF containing all 100 Gujarat History questions and answers for quick revision and exam preparation. This concise, exam-focused resource is available in Gujarati and can be easily downloaded anytime, anywhere.
To download the PDF click on below given Button
Also Read This: Model Question Paper: Top Easy 50 MCQs in Gujarati with free PDF
To view the official syllabus of the exams for Class 3 conducted by Gujarat Subordinate Services Selection Board, Click here